Viral Video: ચાલતી ટ્રેનમાં ગેટ પાસે ઊભા રહેવું એક છોકરીને પડ્યું ભારે, થયું કંઈક એવું કે જોઈને થઈ જશો હેરાન

|

Jul 06, 2022 | 3:40 PM

જો તમે સોશિયલ મીડિયા યુઝર્સ છો તો તમે ઘણી વાર એવી એવી વસ્તુઓ જોવા મળે છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને તમે હેરાન થઈ જશો.

Viral Video: ચાલતી ટ્રેનમાં ગેટ પાસે ઊભા રહેવું એક છોકરીને પડ્યું ભારે, થયું કંઈક એવું કે જોઈને થઈ જશો હેરાન
girl-train-viral-video

Follow us on

જો તમે સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ છો તો તમે ઘણી વાર એવી એવી વસ્તુઓ જોવા મળે છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તો ક્યારેક દિલને સુકુન મળે તેવી વસ્તુઓ જોવા મળે છે. એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને તમે હેરાન થઈ જશો.સોશિયલ મીડિયા પર ઘણી વખત એવો વીડિયો વાયરલ થાય છે કે તે હસવા માટે મજબૂક કરી દે. આવો વીડિયો તમે પહેલા ક્યારેય જોયો નહિ હોય. આ વીડિયો જોયા પછી તમે વારંવાર આ વીડિયો જોશો.આ વીડિયોમાં ચાલતી ટ્રેનમાં ગેટ પાસે ઊભા રહેવું એક છોકરીને ભારે પડ્યું છે. તેના જોડે જે થયું તે જોઈને તમે દંગ રહી જશો.

લોકલ ટ્રેનમાં લોકો બેદરકારી દાખવવી એ નવી ઘટના નથી. ટ્રેનના દરવાજા પર લટકતા લોકલ ટ્રેનની ટોપ પર ચઢવાનો પ્રયાસ કરતા યુવાનોના વીડિયો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો હતો. તેવો જ બીજો એક મહિલાનો એક નવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના ચહેરા પર પવનની લહેર અનુભવવા માટે લોકલ ટ્રેનમાંથી ઝૂકવાનો પ્રયાસ કર્યા પછી લગભગ તેના મૃત્યુના મુખમાંથી બચી ગઈ હતી. જ્યારે બીજી ટ્રેન સામેના પાટા પર સમાંતર દોડી રહી હતી ત્યારે તે લપસીને ધાર પરથી પડી ગઈ હતી.

આ પણ વાંચો

ટ્રેનના ગેટ પર એક હાથ હવામાં લહેરાવતા પોતાની કલા બતાવી રહી હતી. ત્યારે બાજુવાળા પાટા પર બીજી દિશામાંથી ટ્રેન આવી રહી હતી. ટ્રેનની ઝડપ વધારે હોવાથી છોકરી ડરી ગઈ અને તેનું સંતુલન બગડી ગયું. તેના બીજા હાથની પકડ છૂટી ગઈ અને ટ્રેનમાંથી નીચે પડવા લાગી. પરંતુ ત્યારે એક ચમત્કાર જોવા મળ્યો.

જ્યારે છોકરી ટ્રેનમાંથી નીચે પડવા લાગી ત્યારે બાજુમાં ઉભેલા કાકાએ તરત જ તેનો હાથ પકડી લીધો. છોકરી અમુક સેકન્ડ સુધી હવામાં ઝુલતી રહી. પરંતુ તરત જ તેને ટ્રેનના ફ્લોર તરફ ખેંચી લીધી. પોતાને નવી જિંદગી મળ્યા બાદ તેનો ચહેરો જોવા લાયક હોય છે.

આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તેની જાણકારી નથી પરંતુ થોડા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર gieddee પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેને એક લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. હજારો લોકોએ આ વીડિયોને લાયક કર્યો છે.

Next Article