Video : ગજબ ! વિશાળકાય કોબ્રાને આ વ્યક્તિ સ્નાન કરાવી રહ્યો છે, જોઈને લોકોએ કહ્યુ “હર હર મહાદેવ”

આજકાલ કિંગ કોબ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : ગજબ  ! વિશાળકાય કોબ્રાને આ વ્યક્તિ સ્નાન કરાવી રહ્યો છે, જોઈને લોકોએ કહ્યુ હર હર મહાદેવ
giant king cobra bath video goes viral on internet
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:04 PM

Viral Video : તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પાણીની ડોલ સાથે વિશાળ કોબ્રાને સ્નાન કરાવી રહ્યો છે. મજાની વાત એ છે કે, સાપ પણ તેનો આનંદ માણી રહ્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમે પણ વિચારતા થઈ જશો.

કોબ્રાને પણ પાણી પસંદ આવી રહ્યુ છે !

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરની બહાર એક વિશાળ કોબ્રા સાથે ઉભો છે. આ વ્યક્તિ ડોલમાં પાણી ભરીને કોબ્રાને સ્નાન (Cobra Snack) કરાવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ તેની આસપાસ આટલો મોટો સાપ જોઈને ડરી જાય. પરંતુ રસપ્રદ બાબત એ છે કે, એક ભયંકર સાપ પાણીમાં ચૂપચાપ ઉભો રહીને સ્નાન કરતો જોવા મળે છે અને તે વ્યક્તિ પર હુમલો પણ કરતો નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર helicopter_yatra નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ વ્યક્તિની હિંમત ખરેખર પ્રશંશનીય છે.જ્યારે અન્ય યુઝર્સ(Users)  પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

આ પણ વાંચો :  Viral Video: આ વ્યક્તિ માલામાલ થઈ ગયો ! જૂનું એટીએમ મશીન ખરીદ્યુ અને નીકળ્યા અધધ રૂપિયા