TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બેનનું સ્ટેટ્સ- આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું !
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
1
ભૂરો ટાઇટ બુટ પહેરી ને નીકળ્યો. માંડ માંડ ચલાતું હતું. જોઈ ને …. અમથા કાકા બોલ્યા: ઓન લાઇન લીધા? ભૂરો ભડક્યો: ના કાકા ઝાડ ઉપરથી તોડ્યા.. અમથા કાકા કહે: તો તો દીકરા કાચા તોડી લીધા. પાકવા દીધા હોત તો!!
2
એક બેને સ્ટેટ્સ મૂક્યું કે આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું… 😱
સાલું મને તો પછી ખબર પડી કે એનું નામ જ ચાંદની છે, ઘરવાળાનું નામ શરદ છે અને સસરાનું નામ પુનમચંદ છે 😂😂
3
માતા કહે છે કે તું પારકી થાપણ છે. સાસુ કહે છે કે હું પારકા ઘરેથી આવી છું. એટલે વિચાર કરૂં છું કે….. જ્યારે પોતાનું ઘર હશે ત્યારે સાફ સફાઈ કરવી છે. ભારતીય દિકરી
4
એને જોવા ગયો’તો
ત્યારે
ઘરનાં બધાંને લઈને ગયો’તો…
હવે
એ એકલી બધાંને જોઈ લે છે… બોલો..
😉🤭😆😆😆
5
એક જગ્યાએ કથા ચાલતી હતી. મહારાજે કહ્યું,
પતિ-પત્નિ બન્ને ગૃહસ્થ જીવનની સાઈકલના બે પૈડાં સમાન છે.
ત્યાં મગન ઊભો થયો અને બોલ્યો,
મહારાજ મારે એક પ્રેમિકા પણ છે, તો મારૂં ગૃહસ્થ જીવન ઓટો રીક્ષા કહેવાય?
મહારાજ હજી ભાન માં નથી આવ્યા….
😀😀😀😀😫😫😫
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે
આ પણ વાંચો –
US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો
આ પણ વાંચો –