આપણા PM ને મળવા વ્યાકૂળ જોવા મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, લોકોએ કહ્યું ‘સફળ થયા બાદ સગાવહાલા આવી રીતે જ હાથ મિલાવે છે’

|

Jun 28, 2022 | 4:09 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) તમામ પ્રોટોકોલ તોડીને પીએમ મોદી પાસે આવ્યા હતા. આ પછી તેમણે કંઈક એવું કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

આપણા PM ને મળવા વ્યાકૂળ જોવા મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, લોકોએ કહ્યું સફળ થયા બાદ સગાવહાલા આવી રીતે જ હાથ મિલાવે છે
US President Joe Biden talking to PM Modi during the G-7 summit
Image Credit source: Twitter

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટ(PM Modi in G-7)માટે બે દિવસીય જર્મનીની મુલાકાતે છે. સોમવારે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(US President Joe Biden)અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા. આ દરમિયાન ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. આમાં વિશ્વના નેતાઓ વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે પીએમ મોદી સમિટ દરમિયાન અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden)તમામ પ્રોટોકોલ તોડીને પીએમ મોદી પાસે આવ્યા હતા. આ પછી તેમણે કંઈક એવું કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પીએમ મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સમિટ દરમિયાન એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પણ થોડે દૂર ચાલીને તરત જ ત્યાં પહોંચી જાય છે. પરંતુ કદાચ પીએમ મોદીએ તેમના પર ધ્યાન ન આપ્યું. તેઓ કેનેડાના વડાપ્રધાન સાથે સતત વાતચીત કરતા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જ્યારે બાઈડનને લાગ્યું કે મોદીએ તેમને જોયા નથી, ત્યારે તેમણે પાછળથી તેમના ખભા પર હાથ મુક્યો અને પછી હાથ મિલાવ્યા. આ વીડિયો જોઈને એવું લાગે છે કે તેઓ મનમાં આપણા પીએમને કહી રહ્યા છે કે ભાઈ હું પણ સભામાં છું. થોડુ અમને પણ મળી લો. આ પછી બંને નેતાઓએ એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. તો ચાલો જોઈએ આ વીડિયો.

ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. 7 દેશોના આ જૂથ (G7)માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

Next Article