ફટાકડા સાથે સ્ટંટ કરવા આ વ્યક્તિને ભારે પડી ગયા ! VIDEO જોઈ લોકોએ કહ્યું “ખેલ ખતમ”

|

Nov 07, 2021 | 4:20 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક આશ્વર્યજનક સ્ટંટ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

ફટાકડા સાથે સ્ટંટ કરવા આ વ્યક્તિને ભારે પડી ગયા ! VIDEO જોઈ લોકોએ કહ્યું ખેલ ખતમ
Funny Stunt video goes viral

Follow us on

Viral Video: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા સ્ટંટ વીડિયો જોવા મળે છે. જેમાં કેટલાક લોકો સ્ટંટ કરવાના ચક્કરમાં તેનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. ફટાકટા સાથે સ્ટંટ (Stunt) કરવાના ચક્કરમાં કંઈક એવુ થાય છે, તે જોઈને તમે દંગ રહી જશો.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો રસ્તાની વચ્ચે ફટાકડા ફોડીને મસ્તી કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક વ્યક્તિ અદભૂત સ્ટાઈલે બધાનું ધ્યાન ખેંચ્યું. ખરેખર, આ વ્યક્તિએ હેલ્મેટ (Helmet) પહેર્યું છે. જેના પર તેણે ચકરી સાથે ફટાકડા ફીટ કર્યા છે. પછી આ વ્યક્તિ ફટાકડાને આગ લગાડે છે. તે પછી જે પણ થાય છે તે આશ્ચર્યજનક છે.

 

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ…..

ચકરીમાં આગ લાગતાની સાથે જ વ્યક્તિ અહીં-ત્યાં ચાલવા લાગે છે અને પછી જમીન પર સૂઈ જાય છે. આ પછી થોડીક સેકંડ માટે વ્યક્તિનું માથું આગના ગોળામાં ફેરવાય છે. વીડિયોમાં (Video) આ બધું જોવું ભલે રમુજી લાગતું હોય પરંતુ જરા વિચારો કે જેણે આ સ્ટંટ કર્યો હશે તેની હાલત કેવી હશે ! સ્ટંટના શોખીનો માટે આ કિસ્સો લાલબતી સમાન છે.

જુઓ વીડિયો

આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે(Users) વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ વ્યક્તિ આગામી દિવાળી પર સ્ટંટ કરતા પહેલા 100 વખત વિચારશે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે મને ખબર નથી કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આવા સ્ટંટ કરવાનો પ્રયાસ કેમ કરે છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video: ‘બાલા ઓ બાલા’ સોંગ પર આન્ટીનો અનોખો ડાન્સ, યુઝર્સ કહ્યુ-હિંમત હોય તો જ જુઓ…..

 

આ પણ વાંચો: Video : રીંછના પોલ ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ પોલ ડાન્સ જોઈને હસીને લોટ પોટ થઈ જશો

Next Article