બસની સીટ માટે બે કાકાઓ વચ્ચે થઈ ભયંકર બબાલ! Viral Video જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો

Funny Viral Video: સોશિયલ મીડિયામાં લડાઈ-ઝગડાના વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં ટ્વિટર પર બે કાકા વચ્ચેની લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બસની સીટ માટે બે કાકાઓ વચ્ચે થઈ ભયંકર બબાલ! Viral Video જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:35 PM

ભારતમાં એ ઘણીવાર જોવા મળ્યુ છે કે રસ્તા પર બે વ્યક્તિ વચ્ચે લડાઈ ચાલતી હોય તો તે લોકોને શાંત પાડનાર લોકો કરતા એ લડાઈને જોઈને મજા લેનારા લોકો વધારે હોય છે. સોશિયલ મીડિયા પર પણ આવા લડાઈ ઝગડાના વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો ટ્વિટર પર વાયરલ (Viral Video) થયો છે. ટ્રેન અને બસમાં મુસાફરી કરતી વખતે તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક મુસાફરો સીટ માટે લડતા હોય છે. આ વીડિયોને જોયા પછી તમે પણ પેટ પકડીને હસી હસીને થાકી જશો. વીડિયોમાં બસની અંદર બે વૃદ્ધ લોકો બાજુમાં બેઠા છે. આ પછી બંને એવી રીતે લડે છે કે તેઓ કઈક મેળવવા માટે ઝગડી રહ્યા છે. મજાની વાત એ છે કે બંને આરામથી બેઠા છે, તેમ છતા તેઓ સીટને લઈને એકબીજા સાથે ઝઘડો કરવા લાગે છે. ચાલો જાણીએ આ ફની વીડિયો (Funny video) વિશે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસમાં બે કાકાઓ સાથે બેઠા છે. પરંતુ થોડા જ સમયમાં કૂતરા અને બિલાડીની જેમ બંને સીટ માટે લડે છે. બંને પોતપોતાની જ સીટ પર આરામથી બેઠા છે. પરંતુ તેમ છતાં, બંને થોડીક જ જગ્યા માટે દલીલ કરવાનું શરૂ કરે છે. એક કહે છે – ઘણી જગ્યા છે. તેના પર બીજો કહે છે – કોઈ જગ્યા નથી. તમે જોઈ શકો છો કે કંડક્ટર પણ આ ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરે છે. પણ બન્ને કાકા કંડક્ટરની અવગણના કરે છે અને ફરીથી દલીલ કરવાનું શરૂ કરે છે. લોકો આ વાયરલ વીડિયો જોઈને ખુબ આંનદ લઈ રહ્યા છે. નાના બાળકો કોઈ વસ્તુ માટે લડાઈ કરતા હોય તેમ આ બન્ને કાકા થોડી જગ્યા માટ લડી રહ્યા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

બે કાકાઓ વચ્ચેની ભયંકર અને રમુજી લડાઈનો વીડિયો ટ્વિટર પર @sagarcasm હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. ફની કેપ્શન આપતા યુઝરે લખ્યું, ‘જ્યારે હું નવમું ગુલાબ જામુન ખાધા પછી મારા પેટને કહું છું.’ માત્ર 17 સેકન્ડની આ ક્લિપ લોકોને ખૂબ હસાવી રહી છે. તેના અપલોડથી અત્યાર સુધીમાં આ વીડિયોને 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે.