ભાગેડુ ધર્મગુરુ ઝાકિર નાઇક શોધી રહ્યો છે પુત્રવધુ, શરતો સાંભળી છોકરીઓ બોલી કે ક્યાય નહીં મળે આવી “કન્યા”

|

Sep 26, 2021 | 3:15 PM

ભાગેડુ ધર્મગુરુ ઝાકીર નાઈકે રસ ધરાવતા પરિવારોને છોકરીનો સીવી મોકલવા કહ્યું છે. તેણે પુત્રની વિગતો પણ પોસ્ટ કરી છે.

ભાગેડુ ધર્મગુરુ ઝાકિર નાઇક શોધી રહ્યો છે પુત્રવધુ, શરતો સાંભળી છોકરીઓ બોલી કે ક્યાય નહીં મળે આવી કન્યા
ભાગેડુ ધર્મગુરુ ઝાકિર નાઇક અને તેનો પુત્ર ફરિક - ફાઇલ ફોટો

Follow us on

ભાગેડુ મુસ્લિમ ધર્મગુરુ ઝાકિર નાઇક (Zakir Naik ), જે ભારતમાં ધાર્મિક નફરત ફેલાવવાના આરોપોનો સામનો કરી રહ્યો છે, તે તેના પુત્ર ફારિકના લગ્ન કરવા માંગે છે. ઝાકિર નાઈકે તેની ભાવિ પુત્રવધૂ માટે ઘણી શરતો મૂકી છે. ભાગેડુ ઝાકિર નાઇકે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે તે તેના પુત્ર (Fariq Naik) માટે યોગ્ય “ધાર્મિક છોકરી” શોધી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે એક જરૂરી શરત એવી છે કે છોકરીનું ચરિત્ર ખુબજ સારું હોવું જોઈએ.

ભાગેડુ ધર્મગુરુ ઝાકિર નાઇકે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યૂ કે. ‘હું મારા દીકરા ફરિક માટે કન્યા શોધી રહ્યો છું. એક એવી ધાર્મિક છોકરી કે જેનું ચરિત્ર ખુબજ સારું હોય કે જેથી કરીને મારો દીકરો અને તેની ભાવિ પત્ની બંને એક બીજાની તાકાત બની શકે. જો તમે પણ કોઈ આવી છોકરીને જાણતા હોય અને તેના સગા-સબંધીઓ હોય તો આ પોસ્ટ પર જવાબ આપો’ ભાગેડુ નાઇકે તેના દીકરા અને પરિવારના અન્ય સદસ્યો વિશે પણ માહિતી આપી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ભાગેડુ ઝાકીર નાઈકની પુત્રવધૂ બનવા માટે આ શરતો છે
મલેશિયામાં રહેતા ઝાકીર નાઈકે પોતાની ભાવિ પુત્રવધૂ માટે કેટલીક શરતો પણ આપી છે. તેમણે કહ્યું કે કુરાન અને હદીસના ઉપદેશો મુજબ છોકરી માટે ધર્મનું પાલન કરવું ફરજિયાત છે. છોકરીએ તમામ પ્રકારની હરામ પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. છોકરી ધાર્મિક હોવી જોઈએ અને તેનું પાત્ર સારું હોવું જોઈએ.

અમારી ભાવિ વહુ એ જ હોવી જોઈએ જે ધર્મના ઉપદેશોનો ફેલાવો કરતી હોઈ. વૈભવી જીવન ત્યજીને અને સામાન્ય જીવન જીવવાનો આગ્રહ રાખે. અંગ્રેજી બોલવું ફરજીયાત છે. મલેશિયામાં રહેવા માટે પણ તૈયાર હોય. ધાર્મિક સંગઠન સાથે છોકરીનું જોડાણ પણ જરૂરી છે.

ભાગેડુ ધર્મગુરુ ઝાકીર નાઈકે રસ ધરાવતા પરિવારોને છોકરીનો સીવી મોકલવા કહ્યું છે. તેણે પુત્રની વિગતો પણ પોસ્ટ કરી છે, પરંતુ ભાગેડુ મૌલવીએ તેના પુત્ર ફારિકની તસવીર પોસ્ટ સાથે શેર કરી નથી. ઝાકીર નાઈકની આ પોસ્ટ પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે.

પુત્રવધૂ માટે જરૂરી શરતો જોઈને મોટી સંખ્યામાં મહિલાઓ ઝાકિર નાઈકને ટ્રોલ કરી રહી છે. મિલી માર્ટિઝાએ લખ્યું, ‘મને લાગે છે કે છોકરીઓ છોકરાઓ સાથે લગ્ન કરશે, એવી વ્યક્તિ સાથે નહીં કે જેને તેની પત્ની શોધવા માટે પણ તેના પિતાની જરૂર પડે.’

‘તમે એવી છોકરી શોધી રહ્યા છો જે તમને દુનિયામાં ક્યાય નહીં મળે’
ઉગબદ નૂર સનાલેએ લખ્યું કે તમે એક સંપૂર્ણ છોકરી શોધી રહ્યા છો જે દુનિયામાં ક્યાય જોવા નહીં મળે. શું તમે ઇચ્છો છો કે તમારો પુત્ર ખુશ રહે કે પછી તમારી ઈચ્છા અનુસાર તમારો પુત્ર તમારી શરતો અને પસંદગી મુજબ જીવે ? કેટલાક માતાપિતા તેમની માનસિકતાથી મને આશ્ચર્યચકિત કરે છે.

 

આ પણ વાંચો: સુરતના કામરેજમાંથી સ્ટેટ વિજિલન્સે 10 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ઘરમાં બનાવ્યું હતું દારૂનું ગોડાઉન

આ પણ વાંચો: Yogi Cabinet Expansion: ઉતરપ્રદેશમાં યોગીના પ્રધાનમંડળનુ થઈ શકે છે વિસ્તરણ, સંજય નિષાદ અને જિતિન પ્રસાદ સહિત 7 પ્રધાનોને સમાવાશે

Next Article