ફૂટબોલ પ્રેમી મૃતકને મિત્રોએ આપી છેલ્લી વિદાય, VIDEO જોઈ ભાવુક થયા લોકો

સોશિયલ મીડિયા પર અવારનવાર ફૂટબોલને લગતા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ફૂટબોલ પ્રેમીઓ પોતાની ફૂટબોલની કુશળતા બતાવતા જોવા મળે છે, જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે, પરંતુ આજકાલ વાયરલ (Viral Video) થઈ રહેલા એક વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા છે.

ફૂટબોલ પ્રેમી મૃતકને મિત્રોએ આપી છેલ્લી વિદાય, VIDEO જોઈ ભાવુક થયા લોકો
Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 23, 2022 | 5:46 PM

ફૂટબોલએ (Football) દુનિયામાં સૌથી વધારે પંસદ કરવામાં આવતી રમત છે. આ જ કારણ છે કે ફૂટબોલને ‘યુનિવર્સલ ગેમ’ ગણવામાં આવે છે. ભલે ભારતમાં ક્રિકેટને ‘બધું’ માનવામાં આવે છે, પણ ભારતમાં પણ તેના ઘણા ચાહકો છે. અનેક યુવકો તે ગેમમાં પોતાનું કરીયર પણ બનાવવા માંગે છે. આ ગેમના અનેક પ્લેયરો દુનિયાની અમીરોની લિસ્ટમાં હોય છે. તેમના લાખો કરોડો ચાહકો પણ હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ફૂટબોલને લગતા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ફૂટબોલ પ્રેમીઓ પોતાની ફૂટબોલની કુશળતા બતાવતા જોવા મળે છે, જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે, પરંતુ આજકાલ વાયરલ (Viral Video) થઈ રહેલા એક વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા છે.

આ વીડિયો એક ફૂટબોલ પ્રેમી સાથે સંબંધિત છે. જે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેના મિત્રોને ખબર હતી કે તે ફૂટબોલને કેટલો પ્રેમ કરે છે, તેથી તેઓએ તેને કઈક અલગ રીતે અંતિમ વિદાય આપી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જમીન પર એક શબપેટી રાખવામાં આવી છે, જેમાં તે ફૂટબોલ પ્રેમીનો મૃતદેહ છે અને તેની આસપાસ કેટલાક યુવકો હાજર છે. એક યુવક પાસે ફૂટબોલ છે, જે તેને તેના પગથી લાત મારે છે અને તેની બાજુમાં ઉભેલા મિત્રને આપે છે, ત્યારબાદ તે મિત્ર ફૂટબોલને શબપેટી તરફ પસાર કરે છે અને પછી તે ફૂટબોલ કોફિન સાથે અથડાતો જોવા મળે છે.

આ પણ વાંચો

ફૂટબોલ ગોલ પોસ્ટ તરફ જાય છે, ગોલ પોસ્ટ પાસે ઉભેલો ગોલકિપર તેને રોકતો નથી અને ગોલ થાય છે. આ ગોલ તે મૃતકે કર્યો હોય તેમ તેના મિત્રો તેની શબપેટીને ભેટીને ઉજવણી કરે છે. તેઓએ અંતિમ વિદાય આપીને સૌને ભાવુક કરી દીધા હતા અને તે પોતે પણ ભાવુક જોવા મળ્યા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, મેક્સિકોમાં ફૂટબોલના ખૂબ જ શોખીન યુવકની હત્યા કરવામાં આવી હતી. તેના મિત્રોએ તેને તેનો છેલ્લો શ્રદ્ધાંજલિ આપી. આ વાયરલ વીડિયોને હાલ લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો લોકોના હૃદયને સ્પર્શી ગયો. આ વીડિયો જોઈ લોકો ભાવુક થયા હતા.