Foreign Villages: આ ગામડું છે આધુનિક સુવિધાઓથી સજ્જ, જાણો ત્યાંની વિવિધતાઓ

|

Aug 14, 2022 | 8:07 PM

વિદેશ (Foreign) જતાં લોકોએ ત્યાનાં ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ. તો જાણો એક નવા ગામડાં વિશે.

Foreign Villages: આ ગામડું છે આધુનિક સુવિધાઓથી સજ્જ, જાણો ત્યાંની વિવિધતાઓ

Follow us on

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગામડાઓની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. આપણે ગામડાની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણુ મૂળ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડા (villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

વિદેશ જતાં પહેલા લોકોએ વિદેશના ગામડા વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડા જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડા આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડા વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો જાણો આ વસ્તુઓ

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડા વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાનો વીડિયો આપેલો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અહીં જુઓ ગામડાંનો વીડિયો

નેધરલેન્ડના ગામડાંમાં નાના-મોટાં મકાનો જોવા મળી રહ્યા છે. ખેતરો પણ લીલાછમ દેખાય રહ્યા છે. ત્યાંના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે. આ ગામમાં ગાય, ઘોડા, મરઘી, ઘેટાં જોવા મળે છે. ત્યાંના લોકો અલગ અલગ પાકોની ખેતી કરે છે. આ ગામમાં પોતાનું ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યાં ઘર ખરીદવા માટે એજન્ટનો સંપર્ક કરવો પડે છે. એજન્ટની શોપમાં જે ઘર વેચવાનું હોય તેનો ફોટો લગાવવામાં આવે છે, જેથી જતાં આવતાં લોકો જોઈ શકે. ત્યાંના લોકો વધુ માત્રામાં બ્રેડ ખાઈ છે, તેથી ત્યાં બ્રેડની શોપ વધારે જોવા મળે છે. આ ગામમાં સલૂન, કાફે, એટીએમ, સુપર માર્કેટ જોવા મળશે. આ ગામમાં ત્યાની લોકલ ભાષાની સ્કુલ પણ છે અને સ્પોર્ટ એન્ડ ફિટનેસ ક્લબ પણ છે. આ ગામની વસ્તી આશરે 5000 છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Next Article