દરિયા વચ્ચે માછલીએ માર્યો જોરદાર કૂદકો, Viral Video જોઈ લોકોએ કહ્યુ – આ તો હવામાં ઉડી રહી છે

|

Aug 08, 2022 | 6:19 PM

સોશિયલ મીડિયા પર માછલીનો એક વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો એટલો જબરદસ્ત છે કે, લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે કે આ કેવી રીતે શક્ય છે !

દરિયા વચ્ચે માછલીએ માર્યો જોરદાર કૂદકો, Viral Video જોઈ લોકોએ કહ્યુ - આ તો હવામાં ઉડી રહી છે
Viral Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) દરરોજ અવનવી વસ્તુઓથી લોકોને ચોંકાવી દે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ લાખો વીડિયો વાયરલ થતા હોય છે. લોકોને પ્રાણીઓને લગતા વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. તેમની નાદાન હરકતોથી તે લોકોના દિલ જીતી લેતા હોય છે. તેના કારણે પ્રાણીઓને લગતા વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર માછલીનો એક વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો એટલો જબરદસ્ત છે કે, લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે કે આ કેવી રીતે શક્ય છે ! આ વીડિયો જોઈ લોકો કહી રહ્યા છે કે આ ઉડતી માછલી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ વિશાળ દરિયો દેખાઈ રહ્યો છે. ત્યારે જ અચાનક એક માછલી દરિયાની સપાટીમાંથી બહાર આવીને કૂદકો મારે છે. આ કૂદકો એટલો ઊંચો હોય છે કે લોકો ચોંકી ઉઠે છે. લોકોને વિશ્વાસ નથી થતો કે ખરેખર આવુ થયુ છે. એક સમયે તો એવુ લાગ્યુ કે તે સીધી આકાશમાં જ ઊડી જશે. લોકો તો તેને ઉડતી માછલી પણ કહેવા લાગ્યા છે. કેટલીકવાર પ્રાણીઓ પોતાની હરકતથી સૌને ચોંકાવી દેતા હોય છે. અહીં પણ કઈક આવુ જ થયુ છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર oceanvirals નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ પંસદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. લોકો આ વીડિયોને લાઈક કરીને તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ આ વાયરલ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ માછલીનો વાયરલ વીડિયો જોઈ લોકો દંગ રહી ગયા છે. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે ખરેખર માછલી આવુ કરી શકે છે !

Next Article