કયારેક બે વાઘોને રમતા જોયા છે? કેટલી ખતરનાક હોય છે વાઘોની રમત જુઓ આ Viral Videoમાં

|

Jun 14, 2022 | 10:50 PM

સોશ્યિલ મીડિયા (Social Media) પ્લેટર્ફોમસ પર અનેક વીડિયો (Viral Video) રોજ અપલોડ થતા હોય છે. જેમાં પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓના વીડિયો વધારે જોવાતા હોય છે. લોકોને પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાની વધારે રુચી હોય છે.

કયારેક બે વાઘોને રમતા જોયા છે? કેટલી ખતરનાક હોય છે વાઘોની રમત જુઓ આ Viral Videoમાં
Viral Video
Image Credit source: twwiter

Follow us on

સોશ્યિલ મીડિયા (Social Media) પ્લેટર્ફોમસ પર અનેક વીડિયો (Viral Video) રોજ અપલોડ થતા હોય છે. જેમાં પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓના વીડિયો વધારે જોવાતા હોય છે. લોકોને પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાની વધારે રુચી હોય છે. સોશ્યિલ મીડિયામાં જંગલી પ્રાણીઓના શિકારના, પ્રાણીઓની રમતના અને પ્રાણીઓના માણસો સાથેના વીડિયો આપણે અવારનવાર જોયા છે. ક્યારેક કૂતરા અને બિલાડીઓના પણ ફની વીડિયો લોકોને હસાવે છે. જો આપણે વાઘની વાત કરીએ તો તેને સિંહ પછી દુનિયાનું બીજું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, જે માત્ર મનુષ્યો માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ માટે પણ ખતરનાક છે. એવું પણ કહેવાય છે કે વાઘ આક્રમક સ્વભાવના હોય છે, તેથી તેઓ ક્યારેય સિંહની જેમ ટોળામાં રહી શકતા નથી. એકબીજાને જોતાં જ તેઓ એકબીજા સાથે લડવા લાગે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વાઘ બીજા વાઘ પર ત્રાટકે છે. પછી બંને પોતપોતાના પંજા એક બીજાને મારે છે અને હવામાં એકબીજા પર કૂદી પડે છે. આ સીન કોઈ ફિલ્મી સીન જેવો હતો. પછી એક વાઘ જમીન પર લપસી જાય છે અને બીજો તેના પર હુમલો કરવાની સ્થિતિમાં આવે છે. આપણને લાગી રહ્યુ છે કે તેઓ લડી રહ્યા છે, જો કે બંને એકબીજા સાથે લડતા નથી, પરંતુ રમી રહ્યા છે. તેમની રમવાની રીત પણ આપણા માણસોથી અલગ છે. આ વીડિયો મધ્યપ્રદેશના ટાઈગર રિઝર્વનો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે માત્ર એક દાયકા પહેલા આ વાઘ અભયારણ્યમાંથી સમગ્ર વાઘની વસ્તી લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તેમાં ઘણા બધા વાઘ જોવા મળે છે.

Next Article