શું તમે ક્યારેય કડકડાટ અંગ્રેજી બોલતું પક્ષી જોયું છે ? Viral Video જોઈ લોકો રહી ગયા દંગ

|

Aug 14, 2022 | 1:03 PM

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને વિચિત્ર કહેવામાં આવે તો ખોટું નહીં હોય, કારણ કે આ વીડિયોમાં એક પક્ષી (European Starling)કળકળાટ અને અદ્ભુત અંગ્રેજી બોલતું જોવા મળે છે.

શું તમે ક્યારેય કડકડાટ અંગ્રેજી બોલતું પક્ષી જોયું છે ? Viral Video જોઈ લોકો રહી ગયા દંગ
European-starling-bird
Image Credit source: Twitter

Follow us on

વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ (Viral Video)થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે અને કેટલાક લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ત્યારે કેટલાક વીડિયો લોકોની આંખોમાં આંસુ પણ લાવે છે અને કેટલાક થોડા વિચિત્ર પણ છે, જેને જોયા પછી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને વિચિત્ર કહેવામાં આવે તો ખોટું નહીં હોય, કારણ કે આ વીડિયોમાં એક પક્ષી (European Starling)કળકળાટ અને અદ્ભુત અંગ્રેજી બોલતું જોવા મળે છે. આ વીડિયો જોયા પછી અને પક્ષીને સાંભળ્યા પછી તમને તમારી આંખો અને કાન પર વિશ્વાસ નહીં થાય.

સામાન્ય રીતે પોપટ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ અનુકરણ કરવામાં માહિર છે. તેઓ માણસોના અવાજને ખૂબ સારી રીતે બહાર કાઢે છે એટલું જ નહીં, સાથે જ તેઓ વિવિધ પ્રકારનાં વાદ્યોના અવાજની પણ આસાનીથી નકલ કરી શકે છે, પરંતુ અહીં એક અન્ય પક્ષી પણ તેમનું સારી રીતે અનુકરણ કરતું જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પક્ષીને અંગ્રેજીમાં કંઈક કહે છે અને તે તેની ખૂબ જ સુંદર નકલ પણ કરે છે. પક્ષી એટલું કડકડાટ અંગ્રેજી બોલે છે કે તમે સાંભળીને દંગ રહી જશો. આટલું જ નહીં, તે અન્ય કેટલાક અવાજો પણ કાઢતું જોવા મળે છે, જાણે એક સાથે અનેક વાદ્યો વગાડતા હોય. પછી તે સીટીનો અવાજ પણ કાઢીને બતાવે છે. સાચે જ આ પક્ષીની અનોખી પ્રતિભાએ દિલ જીતી લીધું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પક્ષીનું નામ યુરોપિયન સ્ટાર્લિંગ જણાવવામાં આવી રહ્યું છે. આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Science girl નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આ સ્ટારલિંગને સાંભળો. યુરોપિયન સ્ટારલિંગ એક કુશળ મિમિક્રી આર્ટિસ્ટ છે. માત્ર એક મિનિટના આ વીડિયોને 2 મિલિયન એટલે કે 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 23 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Next Article