Viral Video : જસ્ટીન બીબરના ગીત પર હાથીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 16, 2021 | 7:56 AM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો હાથી સાથે જોવા મળે છે અને તે હાથીને ઇશારામાં સમજાવે છે કે તેણે છોકરા સાથે હુલા હૂપ્સ સ્ટેપ કરવાનો છે.

Viral Video : જસ્ટીન બીબરના ગીત પર હાથીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Elephant did a funny dance with this person on Justin Bieber song

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ વસ્તુ આવતાની સાથે જ વાયરલ (Viral) થઈ જાય છે. તમે બધાએ સોશિયલ મીડિયા રીલ્સમાં ડાલ્ગોના કોફીનો (Dalgona Coffee) ટ્રેન્ડ જોયો હશે. હવે એક બીજો ટ્રેન્ડ છે જે સમાચારોમાં છે, આ એક એવો ટ્રેન્ડ (Social Media Trend) છે જેને સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સ્ટાર્સે પણ ફોલોવ કર્યો છે.

કરીના કપૂર ખાનથી (Kareena Kapoor Khan) લઈને રિતેશ દેશમુખ (Riteish Deshmukh) સુધીના બોલિવૂડ સ્ટાર્સે (Bollywood Stars) આ ફોલોવ કર્યો છે. હવે તે એટલો લોકપ્રિય થઈ ગયો છે કે મનુષ્યો ઉપરાંત, પ્રાણીઓ પણ તે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જસ્ટિન બીબરના સોંગ સ્ટે પર દરેક વ્યક્તિ ચેલેન્જ અથવા આ ટ્રેન્ડને અનુસરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો હાથી સાથે જોવા મળે છે અને તે હાથીને ઇશારામાં સમજાવે છે કે તેણે છોકરા સાથે હુલા હૂપ્સ સ્ટેપ કરવાનો છે. થોડા સમય પછી જોવા મળે છે કે ગીત વાગી રહ્યું છે અને છોકરા સાથે સાથે આ હાથી પણ ચેલેન્જ કરી રહ્યો છે. આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

તમે આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પેજ rene_cassally પર જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ પેજ પર તમે છોકરાની સાથે હાથીના ઘણા વીડિયો જોઈ શકો છો. આ છોકરો ઘણીવાર તેના હાથી સાથે ફોટોઝ અને વીડિયો શેર કરે છે. તમે આ પેજ પર હાથીના સ્ટંટ પણ જોઈ શકો છો.

આ વીડિયો પર અત્યાર સુધીમાં ઘણા લાખ વ્યૂઝ આવ્યા છે. તો ઘણી કોમેન્ટ્સ પણ વીડિયો પર જોવા મળી રહી છે. પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો, એક યૂઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ હાથી ખૂબ જ સુંદર છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું હસવાનું રોકવા માટે અસમર્થ છુ’ આ સિવાય, મોટાભાગના યૂઝર્સ ઇમોટિકોન્સ શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Waste out of Best: નકામી વસ્તુઓમાંથી ઘરે જ બનાવો આકર્ષક મોબાઈલ સ્ટેન્ડ, ફોન અને સ્ક્રીન બંને રહેશે સુરક્ષિત

આ પણ વાંચો –

Photos : દોઢ લાખ રૂપિયામાં સારા અલી ખાને દેખાડ્યો શાનદાર વેડિંગ લુક, તમે પણ કરો ટ્રાય

આ પણ વાંચો –

Celebs Spotted : દિલવાળી કુલ ટી-શર્ટમાં જોવા મળી આલિયા ભટ્ટ, જાણો બાકીના સ્ટાર્સ ક્યાં સ્પોટ થયા

Next Article