Viral Video: ગજરાજનું આવું રૂપ તમે આ પહેલા ભાગ્યે જ જોયું હશે, વીડિયો જોઈ બની જશે તમારો દિવસ

|

May 21, 2022 | 9:53 AM

વીડિયોમાં હાથીના કેરટેકર(Caretaker)પર હુમલો થતાં જ દૂર ઊભેલો હાથી એવું કંઈક કરે છે જે નજારો જોઈને તમે પણ દંગ રહી જશો. ગજરાજનું આવું રૂપ તમે આ પહેલા ભાગ્યે જ જોયું હશે.

Viral Video: ગજરાજનું આવું રૂપ તમે આ પહેલા ભાગ્યે જ જોયું હશે, વીડિયો જોઈ બની જશે તમારો દિવસ
Elephant Viral Video
Image Credit source: Instagram

Follow us on

પ્રાણીઓ માટે માનવ પ્રેમ નવી વાત નથી. યુગોથી મનુષ્ય પ્રાણીઓ સાથે પ્રેમ કરતો આવ્યો છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને પ્રાણીઓનો ખૂબ શોખ છે અને તેઓ તેમના માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આ મૂંગા પશુ તેમના માલિકોને ખૂબ પ્રેમ કરે છે. તેમના માલિક જો ક્યારેય મુશ્કેલી આવે છે, તે જોઈને તેઓ તેમની સામે ઢાલની જેમ ઊભા રહે છે. હાથી (Elephant) સાથે સંબંધિત આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં હાથીના કેરટેકર(Caretaker)પર હુમલો થતાં જ દૂર ઉભેલો હાથી તરત જ તેને બચાવવા દોડી જાય છે. આ પછીનો નજારો જોઈને તમે પણ દંગ રહી જશો. ગજરાજનું આવું રૂપ તમે આ પહેલા ભાગ્યે જ જોયું હશે.

પાળતુ પ્રાણીઓમાં આ ગુણો છે કે તેઓ તેમના માલિકો અને સંભાળ રાખનારાઓ સાથે એટલા ભળી જાય છે કે તેઓ તેમની સંભાળ રાખવાનું શરૂ કરે છે. જો તેમના માલિક કે કેરટેકર કોઈ મુશ્કેલીમાં હોય તો આ મૂંગા પશુ તેને બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. હવે જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથી તેના કેરટેકર પર હુમલો થતાં જ તેને બચાવવા દોડે છે. પછી શું. હુમલો કરનારને ભાગવું ભારે પડી ગયું અને હાથીને જોઈને તે ત્યાંથી ભાગી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને હાથીના કેરટેકરને મારવાનું કહે છે. આ પછી તે વ્યક્તિ કેરટેકરને મારે છે, ત્યારે દૂર ઉભેલો હાથી, આ જોઈને તેના કેરટેકરને બચાવવા દોડે છે. હાથીને આક્રમક રીતે આવતો જોઈને વ્યક્તિ તરત જ ભાગી જાય છે. હાથી અને તેના માલિકનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર pubity નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં માહિતી આપતા યુઝરે લખ્યું, ’17 વર્ષના હાથીના કેરટેકર પર હુમલો થતાં જ તે તેને બચાવવા દોડ્યો.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

Next Article