Viral News : દારૂના નશામાં ધૂત મુંબઈની યુવતીએ બેંગલુરુથી મગાવી બિરયાની, ચૂકવવા પડ્યા આટલા પૈસા

|

Jan 23, 2023 | 5:44 PM

Viral News : બિરયાની એ ભારતીયોની મનપસંદ વસ્તુ છે. ત્યારે Zomato ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2022 માં, લોકોએ સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર કરેલી વાનગી બિરયાની હતી. સ્વિગી પણ કહે છે કે ગયા વર્ષે ચિકન બિરયાની લોકોની પ્રિય વાનગી હતી.

Viral News : દારૂના નશામાં ધૂત મુંબઈની યુવતીએ બેંગલુરુથી મગાવી બિરયાની, ચૂકવવા પડ્યા આટલા પૈસા
મુંબઇની યુવતીએ બેંગલુરુમાંથી મંગાવી બીરયાની

Follow us on

અત્યારે ઓનલાઇન ફૂડ મગાવવાનો ખૂબ જ ટ્રેન્ડ છે. ત્યારે હવે લોકો ગમે તે સમયે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હોય છે. જો કે મુંબઇની એક યુવતી સાથે એક અજીબોગરીબ ઘટના બની છે. આ યુવતીએ દારુના નશામાં ફૂડ ઓર્ડર કરી દીધુ. જો કે આ ફૂડ ક્યાંથી મગાવ્યુ છે એનું તેને ભાન ન રહ્યુ અને આ ફૂડની તેને ઘણી વધુ કિંમત ચુકવવી પડી છે. આ વાતને યુવતીએ પોતે જ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને જણાવી છે.

બિરયાની એ ભારતીયોની મનપસંદ વસ્તુ છે. ત્યારે Zomato ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2022 માં, લોકોએ સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર કરેલી વાનગી બિરયાની હતી. સ્વિગી પણ કહે છે કે ગયા વર્ષે ચિકન બિરયાની લોકોની પ્રિય વાનગી હતી. જો કે આ દરમિયાન એક ‘બિરયાની પ્રેમી’ની કહાની સામે આવી છે, જેણે નશાની હાલતમાં ભૂલથી અન્ય રાજ્યમાં ઓર્ડર આપી દીધો હતો. પરંતુ તે પછી જે થયું તે વધુ રસપ્રદ છે.

મુંબઈની સુબી નામની એક યુવતીએ નશાના હાલતમાં ભૂલથી બેંગ્લોરની મેઘના ફૂડ્સ રેસ્ટોરન્ટમાંથી બિરયાની મગાવી હતી, જેની કિંમત 2500 રૂપિયા હતી. રસપ્રદ વાત એ છે કે રેસ્ટોરન્ટે આટલા દૂરથી પણ ઓર્ડર સ્વીકાર્યો હતો. આ જોઈને યુવતીએ તરત જ તેના ટ્વિટર એકાઉન્ટ પર ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેણે તેની પોસ્ટમાં કેપ્શન આપી છે કે, શું મેં નશામાં બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો? મારો ઓર્ડર બેંગલુરુથી આવી રહ્યો છે, જેની કિંમત 2500 રૂપિયા છે. જો કે, પોસ્ટ વાયરલ થયા બાદ સુબીએ ટ્વીટ ડિલીટ કરી દીધી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

યુવતીએ બીજા રાજ્યમાંથી બિરયાની મગાવી હતી

ઓર્ડર પછીનો સ્ક્રીનશોટ

21 જાન્યુઆરીએ મુકેલી આ પોસ્ટ પર બહુ બધી પ્રતિક્રિયાઓ આવી છે. Zomato એ પણ ટિપ્પણી કરી છે અને સુબીને પૂછ્યું છે – ઓર્ડર દરવાજા પર આવ્યા પછી તમે ખુશ થયા જ હશો. તમારો અનુભવ અમારી સાથે શેર કરો. હવે કેટલાક યુઝર્સ આશ્ચર્યમાં છે કે ઝોમેટોએ આ ઓર્ડર કેવી રીતે સ્વીકાર્યો. તેના જવાબમાં Zomatoએ લખ્યું છે કે, આ અમારી નવી ઓફર છે. અમે રેફ્રિજરેશન ટેક્નોલોજી દ્વારા ઘણા શહેરોની પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાંથી ભારતની સ્વાદિષ્ટ વાનગીઓ પહોંચાડીએ છીએ.

Published On - 5:38 pm, Mon, 23 January 23

Next Article