Funny Video : બકરી સાથે ગધેડાની જબરદસ્ત મસ્તી, વીડિયો જોઈ લોકોએ કરી ફની કમેન્ટ્સ

|

Jun 02, 2022 | 9:08 AM

એક ફની વીડિયો (Funny Video) તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં એક બકરી અને ગધેડો એકબીજા સાથે પકડા-પકડી રમતા જોવા મળે છે. ત્યારે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Funny Video : બકરી સાથે ગધેડાની જબરદસ્ત મસ્તી, વીડિયો જોઈ લોકોએ કરી ફની કમેન્ટ્સ
Animal Viral Video
Image Credit source: Instagram

Follow us on

પ્રાણીઓને લગતા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. ખાસ કરીને પાલતુ પ્રાણીઓને લગતા વીડિયો (Animal Viral Video)અને તેનાથી પણ વધુ જ્યારે તેઓ માણસો સિવાય એકબીજા સાથે મસ્તી કરતા હોય. ઘણી વખત આ વીડિયો આપણને હસાવતા હોય છે, જ્યારે ઘણા એવા વીડિયો હોય છે જેના પરથી નજર હટતી નથી અને આપણે તેને વારંવાર જોતા રહીએ છીએ. કેટલીકવાર આ ક્લિપ્સ એટલી સરસ હોય છે કે આપણે તેને આપણા મિત્રો અને સંબંધીઓને પણ મોકલીએ છીએ જેથી તેઓ પણ તેનો આનંદ માણી શકે. આવો જ એક ફની વીડિયો (Funny Video) તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં એક બકરી અને ગધેડો એકબીજા સાથે પકડમ-પકડાઈ રમતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર ઘણીવાર પ્રાણીઓના ઘણા વીડિયો એવા વાયરલ થઈ જાય છે, જેને જોઈને આપણને આપણા બાળપણની યાદો તાજી થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો એક વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે. જ્યાં એક ગધેડો અને બે બકરીઓ સાથે મસ્તી કરતા જોવા મળે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

વાયરલ થઈ રહેલો આ ફની વીડિયો કોઈક ફાર્મનો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં એક ગધેડો બે બકરાને પકડવામાં વ્યસ્ત છે. જો કે, ઘણી મહેનત કર્યા પછી પણ, તે રમતમાં બંનેથી પાછળ રહી જાય છે અને પછી પાછો આવે છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને ફની એક્સપ્રેશન આપવા લાગે છે.

આ ફની વીડિયો વાયરલ હોગ (Viral Hog)નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધીમાં નવ હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને 15 હજારથી વધુ લોકોએ વીડિયો જોયો છે. આ સિવાય ઘણા લોકોએ આ વીડિયો પર ફની કમેન્ટ્સ પણ કરી છે.

એક યુઝરે લખ્યું કે આ ક્લિપ જોયા પછી મને મારા બાળપણના સોનેરી દિવસો યાદ આવી ગયા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ ક્લિપે મારો દિવસ બનાવી દીધો છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા અવારનવાર વાયરલ થઈ રહેલ વીડિયો ખુબ ક્યુટ પણ હોય છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે.

Next Article