Viral: ગલુડીયાઓની તેમની મા સાથેની મસ્તીએ લોકોના દિલ જીત્યા, જુઓ આ લાગણીસભર વીડિયો

|

Jan 04, 2022 | 7:09 AM

આ વાત્સલ્ય ભરેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક નાના કૂતરા તેમની 'મા' સાથે રમતા જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral: ગલુડીયાઓની તેમની મા સાથેની મસ્તીએ લોકોના દિલ જીત્યા, જુઓ આ લાગણીસભર વીડિયો

Follow us on

તમને કદાચ ખબર હશે કે કૂતરો વરુ પરિવારની એક પ્રજાતિ છે. વરુ ખૂબ જ ખતરનાક અને જીવલેણ હોય છે. કૂતરા ખૂબ જ સુંદર છે. જો કે રસ્તા પર રખડતા કૂતરા (Dog Funny Videos) પણ થોડા ખતરનાક હોય છે, જ્યારે પાળેલા કૂતરાઓની વાત અલગ છે. તેઓ ખૂબ જ પ્રેમથી વર્તે છે, લોકો સાથે રમે છે.

ખાસ કરીને જો આપણે નાના કૂતરા વિશે વાત કરીએ તો તે ખૂબ જ સુંદર હોય છે, ત્યારે એક મસ્તીથી ભરપૂર વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં કેટલાક નાના કૂતરા તેમની ‘મા’ સાથે રમતા જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

માતા-પિતાની ફરજ છે કે તેઓ બાળક બનીને તેમના બાળકો સાથે થોડી ગમ્મત કરે, જેથી બાળકોને પણ સારુ લાગે, તેઓને રમવાની મજા આવે. વાયરલ (Dog Viral Videos) થઈ રહેલા આ વીડિયો (Funny Viral Videos)માં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

વીડિયો (Amazing Viral Videos)માં તમે જોઈ શકો છો કે કેવી રીતે કેટલાક કૂતરાના નાના બચ્ચા બરફવાળી જગ્યાએ તેમની ‘મા’ સાથે મસ્તી કરી રહ્યા છે અને ‘મા’ પણ તેમના પોતાના રંગમાં રંગાઈ છે અને તેમની સાથે કૂદકા મારી રહી છે અને તેમને રમાડી રહી છે.

આ ફની વીડિયો (Dog Funny Viral Videos) IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘જીવન પ્રેમ કરવા અને મેળવવા માટે’. દિપાંશુ કાબરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર-નવાર આવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી કમેન્ટ પણ કરી છે. જ્યાં એક યુઝરે ‘પ્યાર લો પ્યાર દો’ કોમેન્ટ કરી છે તો બીજા યુઝરે કૂતરાના બાળકો વિશે લખ્યું છે, ‘ખૂબ જ ક્યૂટ’.

આ પણ વાંચો: ખેડૂતોને શેરડીમાંથી વધુ કમાણી માટે જરૂરી છે સિલિકોન, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ

આ પણ વાંચો: Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

Published On - 4:00 pm, Mon, 3 January 22

Next Article