Video : ‘જેંગા ગેમ’ રમવા કૂતરાએ લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

|

Jan 26, 2022 | 2:15 PM

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Video : જેંગા ગેમ રમવા કૂતરાએ લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Dog playing jenga game

Follow us on

Funny Video : શું તમે ક્યારેય જેંગા ગેમ (Jenga Game) રમી છે ? આ એક પ્રસિદ્ધ બ્લોક ગેમ છે, જેને રમવાની મજા તો છે જ, પરંતુ કોઈને રમતા જોવાની પણ ખૂબ જ મજા આવે છે. તે ટેકનીક અને બુદ્ધિથી રમાતી રમત છે. જેમાં એક ટાવરને બીજાની ઉપર સ્ટેક કરીને બનાવવામાં આવે છે અને પછી તેનો ટુકડો સંપૂર્ણ રીતે પડી ન જાય ત્યાં સુધી તેને બુદ્ધિપૂર્વક દૂર કરવામાં આવે છે.

જેમાં ખેલાડીઓએ પોતાના હાથનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવાનો હોય છે, જેથી ટાવર પડી ન જાય. પરંતુ શું તમે કોઈ કૂતરાને (Dog) આ રમત રમતા જોયા છે અને તે પણ ઘણી સમજ અને સમજણથી ? જી હા, તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કૂતરાએ જેંગા ગેમ રમવા લગાવ્યુ દિમાગ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કૂતરો ખૂબ જ સમજદારીથી લાકડાના બ્લોક્સ દૂર કરે છે, જેથી ટાવર પડી ન જાય. તે તેના મોંમાંથી એક પછી એક ઘણા બ્લોક્સ દૂર કરે છે. ક્યારેક એવું લાગે છે કે ટાવર પડી જશે, પરંતુ એવુ થતુ નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો કેવી રીતે પોતાની બુદ્ધિમત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરી રહ્યો છે.

જુઓ વીડિયો

એક મહિલા તેની સાથે રમી રહી છે, જે ખૂબ જ સમજદારીથી બ્લોક્સ બહાર કાઢે છે અને તેને જોઈ રહેલો કૂતરો પણ કાળજીપૂર્વક બ્લોક્સ ખેંચે છે. તે દરેક જગ્યાએ ધ્યાનથી જુએ છે કે જ્યાં બ્લોક્સ દૂર કરવા જોઈએ જેથી ટાવર પડી ન જાય, આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

રમુજી વીડિયો થયો વાયરલ

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કૂતરો જેંગા રમી રહ્યો છે’. 1 મિનિટ 29 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 96 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો : Viral: ફ્રેન્ચ ફ્રાઈ ખાતા ખાતા જ બાળકી ઊંઘી ગઈ અને અચાનક આંખ ખુલતા થયું કંઈક આવું

Next Article