બાળકોને તમે જાણતા અજાણતામાં નથી બનાવી રહ્યાને ટેકનોલોજીના ગુલામ ? ડિજિટલ પેરેન્ટિંગ વિશે જાણવા માંગતા હોવ તો ખાસ વાંચો આ લેખ

બાળકોને તમે જાણતા અજાણતામાં નથી બનાવી રહ્યાને ટેકનોલોજીના ગુલામ ? ડિજિટલ પેરેન્ટિંગ વિશે જાણવા માંગતા હોવ તો ખાસ વાંચો આ લેખ
https://tv9gujarati.in/baadko-ne-jaanta…lekh-khas-vaanch/


કોરોનાના સમયમાં બાળકો ઘરમાં મોબાઇલ અને લેપટોપના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. પણ હાથમાં આ ગેજેટ આવતાની સાથે જ તેનો દુરુપયોગ પણ કરતા થઈ ગયા છે. ત્યારે વાલીઓએ ડિજિટલ પેરેન્ટિંગ પર પણ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે.

ટેકનોલોજીના ગુલામ નહિ બનો :
જ્યારે માતાપિતાને કામ રહેતું હોય અને બાળકો પરેશાન કરતા હોય અથવા બાળક જમતું પણ ન હોય ત્યારે માતાપિતા બાળકના હાથમાં ટેબ્લેટ કે મોબાઈલ આપી દે છે. જો તમે ટેકનોલોજી પર નિયંત્રણ રાખી શકતા ન હોવ તો બાળકોના હાથમાં પણ તે આપવાની જરૂર નથી. આ તમને ટેકનોલોજીના ગુલામ બનાવી દેશે.

બાળકને સોશિયલ મીડિયા કે પ્લેટફોર્મનો ઉપયોગ સમજાવો :
બાળકને પ્રેમથી આ વસ્તુનું જ્ઞાન આપો. ઓનલાઈન દુનિયા અને સોશિયલ મીડિયાના કાયદા નિયમ સમજાવો. કઇ અંગત માહિતી શેર કરવી, અશ્લીલ સાઇટ પર ન જવું, લોકોને ખરાબ કૉમેન્ટ ન કરવી, એ બધી જ બાબતોની સમજ આપો.

બાળકો માટે સ્ક્રીન ટાઈમ નક્કી કરો :
આજના સમયમાં એ શક્ય જ નથી કે બાળકોને તમે આવા ગેજેટથી દૂર રાખી શકો. પણ હાં તમે તેમનો સ્ક્રીન ટાઈમ ચોક્કસ નક્કી કરી શકો છો. શક્ય હોય તો બ્લોકર સેટ કરી શકાય છે જેથી તેઓ મોબાઈલ પર વધુ સમય ન ફાળવી શકે. મોબાઈલ ગેમને બદલે કોઈ આઉટડોર ગેમ રમવા તેમને પ્રેરિત કરો. બાળકના ખાવા પીવાના, રમવાના, ભણવાના, માતાપિતા સાથે વિતાવવાના સમયને ઝીરો ટેકનોલોજી સમયમાં પરિવર્તિત કરી દો. ક્યારેક કઠોર પેરેન્ટ્સ બનવું પડે તો બની જાઓ કાલે પસ્તાવા કરતા સારું છે કે આજે જ કઠોર બની જાઓ, ના કહેવાની ટેવ પણ પાડો.

બાળકોનું ઓનલાઈન મોનીટરિંગ કરો :
જ્યારે બાળકના હાથમાં મોબાઈલ કે ટેબ્લેટ હોય ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તે કઈ કઈ સાઇટ જુએ છે. સાઈટમાં જઈને હિસ્ટ્રી ચેક કરો. જરૂર પડે તો તમે જાતે જ અમુક સાઇટ્સને બ્લોક કરી દો.

બાળકોને ક્વોલિટી ટાઈમ આપો :
બાળકોને મોબાઈલ ટીવીથી દૂર રાખવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમે તેમની સાથે સમય પસાર કરો. તેમની સાથે રમો. તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરો. તેમને વોક પર લઇ જાઓ. આજકાલના બાળકો જાણતા નથી કે મોબાઈલ ટીવી વગરનું જીવન કેવું હોય છે તેમને આ જીવનનો અનુભવ કરાવો.

વાતચીતમાં કેવો આનંદ આવે છે તે તેમને શીખવાડો. જ્યારે તમે ડિજિટલ પેરેન્ટિંગ શીખી જશો તો બાળકને પણ મજા આવશે અને તમે પણ ધીરે ધીરે તેનો આનંદ લેતા થઈ જશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

Click on your DTH Provider to Add TV9 Gujarati