Funny Video: વેક્સિન માટે કુતરાનો હૂંકાર! કુતરાએ તેના માલિક સાથે લોકોને વેક્સિન લેવા કરી અપીલ

|

Dec 26, 2021 | 9:07 AM

આ દિવસોમાં કુતરાનો એક વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે.જેમાં કુતરો જે રીતે લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video: વેક્સિન માટે કુતરાનો હૂંકાર! કુતરાએ તેના માલિક સાથે લોકોને વેક્સિન લેવા કરી અપીલ
Dog motivates people for corona vaccine

Follow us on

Funny Video:  કોરોના સંક્રમણથી બચવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Corona Vaccine)  જ માનવામાં આવે છે. આ માટે સરકાર પણ લોકોને જાગૃત કરી રહી છે, પરંતુ હજુ કેટલાક લોકો વેક્સિન લેવા માટે આનાકાની કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર એક કુતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના માલિક સાથે લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

વેક્સિન માટે કુતરાની અનોખી પહેલ

સોશિયલ મીડિયા પર અવારનવાર કુતરાના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ત્યારે આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાયો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોરોના વેક્સિન (Corona Vaccine) લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે અને સાથે તેના કુતરાને પણ હુંકાર કરવા કહે છે. નવાઈની વાત તો એ છે કે આ માલિકના કહેવાથી કુતરો વારંવાર તેના કહ્યા પ્રમાણે બુમો પાડતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો છતીસગઢનો (Chhattisgarh) હોવાનું સામે આવ્યુ છે. આ જુગલબંધી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જુઓ વીડિયો

 

 

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે કુતરો પણ કોરોના વેક્સિનનું મહત્વ જાણે છે. જાણે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ શું જુગલબંધી છે…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ છતીસગઢની ભાષા બોલતો જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : લગ્નમાં દુલ્હનની સામે વરરાજાના મિત્રોએ કરી મજાક, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

 

આ પણ વાંચો: Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Published On - 7:17 pm, Sat, 25 December 21

Next Article