શખ્સે કૂતરાને ચખાડ્યું લીંબુ, સ્વાદ પસંદ ન આવતા કૂતરાએ માલિકની ધોલાઈ કરી નાખી, જુઓ આ Funny Video

|

Aug 08, 2022 | 10:07 AM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં પાળેલા કૂતરાનો એક ખૂબ જ ફની વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો. ત્યારે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

શખ્સે કૂતરાને ચખાડ્યું લીંબુ, સ્વાદ પસંદ ન આવતા કૂતરાએ માલિકની ધોલાઈ કરી નાખી, જુઓ આ Funny Video
Dog Viral Video
Image Credit source: Twitter

Follow us on

કૂતરા ખૂબ ફની અને મૈત્રીપૂર્ણ પ્રાણીઓ છે. તેથી જ આખી દુનિયાના લોકો આ પ્રાણીને પસંદ કરે છે અને રાખે છે. એવું માનવામાં આવે છે કે શ્વાન એકમાત્ર પ્રાણી છે જે વિશ્વમાં સૌથી વધુ પાળેલા પ્રાણીઓ છે. ગામડાઓમાં એટલું નહીં, પરંતુ શહેરોમાં તમે મોટાભાગના ઘરોમાં પણ પાળેલા કૂતરા જોશો. જો કે કેટલાક લોકો માને છે કે સામાન્ય રીતે ઘરોની સુરક્ષા માટે કૂતરાઓ(Dog Viral Video)નો ઉછેર કરવામાં આવે છે, જ્યારે આવું બિલકુલ નથી. લોકો કૂતરાઓને પ્રેમ કરે છે, તેમની સાથે લગાવ છે, તેથી જ તેઓ તેમને તેમના ઘરમાં રાખે છે. તેઓ તેમને સાથે સુવડાવે છે અને મોંઘું ભોજન પણ ખવડાવે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં પાળેલા કૂતરાનો એક ખૂબ જ ફની વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક માણસ તેના પાલતુ કૂતરાને લીંબુનો ટુકડો ચાખવા માટે આપે છે, પરંતુ કૂતરો તેને તેના મોંમાં મૂકે છે, તરત જ તેને કાઢી નાખે છે અને એવી ફની પ્રતિક્રિયા આપે છે કે તેને જોતા જ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. ચહેરો વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ચાકુથી લીંબુના નાના ટુકડા કરી રહ્યો છે. આ દરમિયાન, તેની પાછળ બેઠેલો કૂતરો તેની પાસેથી લીંબુ માંગે છે અને તરત જ તેને તેના મોઢામાં મૂકે છે, પરંતુ જ્યારે તેને તેના સ્વાદની જાણ થાય છે, ત્યારે તે તેને કાઢી નાખે છે અને પછી વ્યક્તિની માથે ચઢીને તેને મારે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @MorissaSchwartz નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 67 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 14 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે કૂતરાને ક્યૂટ કહ્યો છે તો કેટલાક કહી રહ્યા છે કે તેનો ચહેરો જોવા જેવો હતો. કેટલાક યુઝર્સ વીડિયો જોઈને હસીને લોટપોટ થઈ ગયા.

Next Article