Funny Video : નવરાત્રીમાં વાંદરો પણ ડૂબ્યો ભક્તિમાં, વાંદરાની ભક્તિએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

|

Oct 15, 2021 | 3:44 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વાંદરાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાંદરાની ભક્તિ જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Funny Video : નવરાત્રીમાં વાંદરો પણ ડૂબ્યો ભક્તિમાં, વાંદરાની ભક્તિએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
Monkey video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વાંદરાનો (Monkey)  વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાંદરાની ભક્તિ જોઈને તમે પણ દંગ રહી જશો.

 

વાંદરો ભક્તિમાં લીન જોવા મળ્યો

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે ઘણા લોકો કિર્તન કરી રહ્યા છે. સાથો સાથ તે વીડિયોમાં વાંદરો પણ દેખાય છે. આ વાંદરો ભક્તિમાં લીન થયેલો જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે, તે બંને હાથથી કરતાલ પણ વગાડી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વાંદરાને જોઈને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

જુઓ વીડિયો

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર Pankaj Parasar  નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ વાંદરાની (Monkey) ભક્તિ જોઈને હેરાન છુ. જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. આ વાંદરાની ભક્તિ લોકોને ખુબ પસંદ આવી રહી છે.

 

આ પણ વાંચો  : Video : આર્ટિસ્ટે શાકભાજીમાંથી બનાવી માં દુર્ગાની અનોખી મૂર્તિ, આ અલૌલિક મૂર્તિ જોઇને ભક્તો થયા મંત્ર મુગ્ધ

 

આ પણ વાંચો  : ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ

Published On - 3:40 pm, Fri, 15 October 21

Next Article