Viral Video : ‘થ્રેસર’ની હવાથી જાનૈયાનું કર્યું સ્વાગત, IAS ઓફિસર પણ બન્યા આ દેશી જુગાડના ફેન

|

May 12, 2022 | 8:44 AM

આ અદ્ભુત દેશી જુગાડ (Desi Jugaad) વીડિયો IAS ઓફિસર Avanish Sharan દ્વારા તેમના ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'થ્રેસરની હવાથી જાનૈયાઓનું સ્વાગત. અદ્ભુત વિચાર'.

Viral Video : થ્રેસરની હવાથી જાનૈયાનું કર્યું સ્વાગત, IAS ઓફિસર પણ બન્યા આ દેશી જુગાડના ફેન
desi jugaad for cool air in heat wave

Follow us on

લગ્નમાં (Wedding) લોકોએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. શહેરોમાં નહીં, પરંતુ જ્યારે ગામડાઓમાં લગ્નો થાય છે ત્યારે છોકરી વાળાનો પરસેવો છૂટી જાય છે. જાનૈયાઓને આવકારવાથી લઈને તેમના ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા, આ બધી બાબતોનું ધ્યાન છોકરી વાળાએ જ રાખવાનું હોય છે. દુલ્હનનો પરિવારએ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરે છે કે કોઈ પણ બાબતમાં કોઈ કમી ન રહે, જેથી કન્યાના પરિવારને ફરિયાદ કરવાનો મોકો ન મળે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોવાથી દેખીતી રીતે જ જાન માટે પંખા અને કુલરની વ્યવસ્થા કરવી પડે છે, પરંતુ લગ્નમાં વધુ લોકો આવે તો મુશ્કેલી સર્જાય છે. પરંતુ આજકાલ લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં એક IAS ઓફિસર પણ,  જાનને ‘હવા ખવડાવવા’ માટે કન્યા પક્ષે અપનાવેલા દેશી જુગાડના (Desi Jugaad) ચાહક બની ગયા છે.

ખરેખર ‘થ્રેસર’ની હવા સાથે જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનને ગરમીથી બચવા માટે છોકરી વાળાઓએ મંડપની સામે થ્રેસર મશીન લગાવીને તેને ચાલુ કર્યું હતું. જો કે કોઈ પણ કામ કરવા માટે લોકો અનેક પ્રકારના જુગાડ અપનાવે છે, પરંતુ આવા જુગાડ ભાગ્યે જ કોઈએ જોયા હશે અને કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. આ મશીન લગાવ્યા બાદ જાનૈયાએ ઘણી ઠંડી હવા પણ ખાધી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંડપની બહાર થ્રેસર મશીન લગાવવામાં આવ્યું છે. જેમાંથી નીકળતી ઠંડી-ઠંડી હવાનો આનંદ લોકો માણી રહ્યાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જુઓ દેશી જુગાડનો ફની વીડિયો:

આ અદ્ભુત દેશી જુગાડ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં એક ખૂબ જ રમુજી વાત લખી છે. તેણે લખ્યું છે કે, ‘થ્રેસરની હવાથી જાનૈયાનું સ્વાગત છે. અદ્ભુત વિચાર’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 10 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘આ ટેક્નોલોજી ભારતની બહાર ન જઈ શકે. એસી ફેલ મારક હવા’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ખૂબ સારું. કમ સે કમ આ લોકો સુવિધાના નામે કુલર એસી મંગાવીને નવો ખર્ચ તો નથી કરી રહ્યા. તેમની પાસે જે છે તેમાં તેઓ કામ કરી રહ્યા છે. પ્રેરણાદાયી.

Next Article