Viral Video: ડાંસિંગ ડેડએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ લોકોએ કર્યા ખુબ વખાણ

|

Dec 13, 2021 | 8:06 AM

'ડાન્સિંગ ડેડ'ના આ શાનદાર ડાન્સ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 73 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને લગભગ 6 હજાર લોકોએ લાઈક કર્યો છે.

Viral Video: ડાંસિંગ ડેડએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ લોકોએ કર્યા ખુબ વખાણ
Dancing Dad

Follow us on

બોલિવૂડ (Bollywood)એ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઉદ્યોગોમાંની એક છે, જ્યાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે. જો કે એક્શન કે સાયન્સ ફિક્શન ફિલ્મોની વાત કરીએ તો મોટાભાગના લોકો હોલીવુડને જ પસંદ કરે છે, પરંતુ ભારતની ફિલ્મો પણ તેમના શાનદાર અને જબરદસ્ત ગીતોને કારણે આખી દુનિયામાં જાણીતી છે.

આ ગીતોના ચાહકો માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાં કેટલાક બોલિવૂડ ગીતો પર લિપસિંક કરતા જોવા મળે છે, તો કેટલાક ગાતા અને કેટલાક જબરદસ્ત ડાન્સ (Dance Viral Videos) કરતા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આવા જ એક ડાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિદેશી બોલિવૂડના ગીત પર જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ રિકી પોન્ડ (Ricky Pond) છે, જેને સોશિયલ મીડિયા પર ‘ડાન્સિંગ ડેડ’ (Dancing Dad) તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાનો રહેવાસી રિકી ઘણીવાર બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર તેના ડાન્સિંગ વીડિયો પણ શેર કરે છે. તાજેતરના વીડિયોમાં તે ફિલ્મ રાંઝણાના ટાઈટલ સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રિકી કેવી રીતે નવા અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે.

રિકી પોન્ડે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સિંગ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આ ગીતને એક અલગ કોરિયોગ્રાફી સાથે ફરીથી અજમાવી રહ્યો છું, જેમ કે તમારામાંથી ઘણાની વિનંતી છે’. વાસ્તવમાં, ઘણા લોકોએ રિકીને રાંઝણાના ટાઈટલ સોંગ પર અલગ રીતે ડાન્સ કરવાની વિનંતી કરી હતી, જેના પછી તેનું શાનદાર પ્રદર્શન સામે આવ્યું.

‘ડાન્સિંગ ડેડ’ના આ આકર્ષક ડાન્સ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 73 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને લગભગ 6 હજાર લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ વીડિયો પર વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ગીતની પસંદગી પરફેક્ટ છે. શું તમે જાણો છો કે આ ગીતના શબ્દોનો અર્થ શું છે? તમે આ ગીત તમારી પત્નીને સમર્પિત કરો અથવા તમે તેની સાથે ફરી એકવાર પરફોર્મ કરી શકો છો’, જ્યારે અન્ય યુઝરે લખ્યું કે આ ટોપ ક્લાસ ડાન્સ છે.

 

આ પણ વાંચો: PM Kisan Sinchai Yojana: સિંચાઈ યોજનાથી ખેતીને મળશે ઘણો લાભ, પાકની ઉપજમાં પણ થશે વધારો

આ પણ વાંચો: Viral: રમકડાના ટ્રેક્ટરથી જેસીબીને ખેંચ્યું આ નાના બાળકે, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

Next Article