
TTE And CRPF Jawan: સ્લીપર કોચમાં બનેલી એક નાની પરંતુ હૃદયસ્પર્શી ઘટના આજે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર)એ પોતાની ફરજ સાથે માનવતા પણ નિભાવી, જેને લોકો દિલથી વખાણી રહ્યા છે.
માહિતી મુજબ, બે સીઆરપીએફ જવાનો પાસે કન્ફર્મ ટિકિટ નહોતી. તેથી તેઓ સ્લીપર કોચમાં ટોયલેટ પાસે જ સૂઈને મુસાફરી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં સામાન્ય રીતે ટીટીઈ નિયમો મુજબ દંડ વસૂલ કરે છે. પરંતુ અહીં કંઈક અલગ બન્યું.
જ્યારે ટીટીઈની નજર આ બંને જવાનો પર પડી, ત્યારે તેણે પહેલા તેમને જગાડ્યા અને તેમનું આઈડી કાર્ડ તપાસ્યું. જવાનો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના હોવાની ખાતરી થયા પછી, ટીટીઈએ તેમને ખાલી થતી સીટ પર બેસવાની વ્યવસ્થા કરી.
ट्रेन में दरवाजे के पास फर्श पर एक फौजी चुपचाप लेटा सफर कर रहा था।
न कोई शिकायत, न कोई मांग… बस अपनी ड्यूटी की तरह सफर भी सादगी से कर रहा था।
टीटी की नजर पड़ी, उसने फौजी को उठाया, पहचान जांची और फिर अपने सिस्टम में देखकर उसके लिए सीट की व्यवस्था कर दी।
यह सिर्फ सीट देना नहीं… pic.twitter.com/4JWoA5Oohp
— Kiran (@KiranChauhanIND) April 1, 2026
આ ઘટના સામાન્ય લાગી શકે, પરંતુ કન્ફર્મ ટિકિટ વિના મુસાફરને સીટ મળવી ખૂબ જ દુર્લભ બાબત છે. અહીં ટીટીઈએ નિયમો સાથે સાથે માનવતા અને સૈનિકો પ્રત્યેનો આદર પણ દર્શાવ્યો, જે લોકોના દિલને સ્પર્શી ગયો.
આ વીડિયો એડવોકેટ શૌર્ય મિશ્રા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો હતો. વિડિઓ સાથે તેમણે લખ્યું કે, “ટિકિટએ ટ્રેનમાં ફ્લોર પર સૂતેલા બે થાકેલા સૈનિકોને જગાડ્યા અને તેમને બેસવાની વ્યવસ્થા કરી. આ હૃદયસ્પર્શી ક્ષણ હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.”
હાલમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લાઈક્સ સાથે ઘણા લોકોએ ટીટીઈના આ વર્તનની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે કહ્યું કે દેશની સેવા કરતા સૈનિકો માટે આ પ્રકારનું સન્માન ખરેખર યોગ્ય છે.
રેલવેનો મોટો નિર્ણય, આ લોકોને આજીવન ટ્રેનમાં મફત મળશે AC કોચની ટિકિટ