કાચબાને જીવતો ગળવાની તૈયારીમાં હતો મગર, અચાનક એવુ થયું કે મોતના મુખમાંથી બચી ગયો કાચબો, જુઓ Viral Video

|

Jan 22, 2023 | 8:06 PM

આમ તો સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ આ વીડિયો ખુબ જ આશ્ચર્યચકિત કરે તેવો છે કારણ કે કાચબો મગરના મોં માંથી જીવતો બહાર આવી જાય છે.

કાચબાને જીવતો ગળવાની તૈયારીમાં હતો મગર, અચાનક એવુ થયું કે મોતના મુખમાંથી બચી ગયો કાચબો, જુઓ Viral Video
Crocodile Viral Video
Image Credit source: Twitter

Follow us on

મગરના જડબામાંથી બચવું અશક્ય છે. પરંતુ એક કાચબો એટલો ભાગ્યશાળી હતો કે તે મગરના મોઢામાંથી જીવતો બચી ગયો. હવે આ ઘટનાની ચોંકાવનારી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આને નસીબ કહેવાય. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ આ વીડિયો ખુબ જ આશ્ચર્યચકિત કરે તેવો છે કારણ કે કાચબો મગરના મોં માંથી જીવતો બહાર આવી જાય છે.

આ પણ વાંચો: Viral Video: આનંદ મહિન્દ્રાએ વીડિયો શેયર કરી ચેતવ્યા, કહ્યું ‘બચીને રહો, AI નો થઈ શકે છે ખતરનાક ઉપયોગ’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ક્લિપ ટ્વિટર હેન્ડલ @everglades પરથી પોસ્ટ કરવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સેંકડો યુઝર્સે પણ કાચબાના નસીબના વખાણ કર્યા છે. કારણ કે મગરના મોંમાંથી જીવતું બચવું માત્ર મુશ્કેલ જ નથી, અશક્ય છે. કેટલાક યુઝર્સે તો એમ પણ લખ્યું કે તે મૃત્યુને સ્પર્શીને પાછો આવ્યો છે.

આ ટૂંકી ક્લિપમાં જોઈ શકાય છે કે એક વિશાળ મગર કાચબાને જીવતો ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે લગભગ કાચબાને ગળી જવાનો હતો ત્યારે અચાનક આખું વાતાવરણ બદલાઈ ગયું. વાસ્તવમાં, તેની સખત ઢાલને કારણે, કાચબો મગરના દાંતનું દબાણ સહન કરે છે અને તેના જડબામાંથી સરકીને જમીન પર પડી જાય છે. મગર તેના પ્રયત્નોથી થાકી જાય છે કે તરત જ કાચબો ભાગી જવાની તકનો લાભ લે છે અને પાણી તરફ જઈ પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે.

વીડિયો  પર લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં ઘણા લોકો કાચબાના નસીબના વખાણ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. ત્યારે એકંદરે આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. મગરના મોં માથી કાચબાનો જીવ બચી જતા લોકોએ કાચબાને ભાગ્યશાળી કહ્યો હતો.

Next Article