લગ્ન બાદ કપલ કરી રહ્યું હતુ ફોટોશુટ, અચાનક હાથીએ કર્યો હુમલો, જુઓ વાયરલ વીડિયો

|

Dec 01, 2022 | 11:08 PM

આ ઘટના ત્યારે બની જ્યારે દંપતી મંદિરમાં દર્શન દરમિયાન પોતાનું ફોટોશુટ કરી રહ્યું હતું. આ વીડિયો ફોટોગ્રાફર વેડિંગ મોજીટોએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે હાથીના હુમલાથી ભક્તો ડરી ગયા છે.

લગ્ન બાદ કપલ કરી રહ્યું હતુ ફોટોશુટ, અચાનક હાથીએ કર્યો હુમલો, જુઓ વાયરલ વીડિયો
Elephant Attack Viral Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીએ લોકો પર હુમલો કર્યો હતો. ખાસ વાત એ છે કે આ વીડિયો ત્યારે અચાનક કેમેરામાં કેદ થયો, જ્યારે એક નવવિવાહિત કપલ ​​કેરળના ગુરુવાયુર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતી મંદિરમાં દર્શન દરમિયાન પોતાનું ફોટોશુટ કરી રહ્યું હતું. આ વીડિયો ફોટોગ્રાફર વેડિંગ મોજીટોએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે હાથીના હુમલાથી ભક્તો ડરી ગયા છે.

વીડિયોની શરૂઆત નવપરણિત યુગલ ફોટોશૂટ માટે મંદિરના અંદરના કેમ્પસમાં પહોંચતાથી થાય છે. હાથી તેમની પાછળ ઉભેલો જોઈ શકાય છે. બાદમાં વીડિયોમાં હાથી આક્રમક બની જાય છે અને હુમલો કરવાનું શરૂ કરે છે. તેણે એક માણસને તેની સૂંઢ વડે ઉપાડવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થયો નહીં. તે માણસ હાથીના હુમલાથી બચી ગયો. બાદમાં વીડિયોમાં કપલ ઘટના વિશે વાત કરતા જોઈ શકાય છે. વરરાજાએ કહ્યું, ‘અમે ફોટો માટે પોઝ આપી રહ્યા હતા અને અચાનક બધા બૂમો પાડવા લાગ્યા.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ, IPS અધિકારી દીપાંશુ કાબરાએ અપલોડ કરેલા એક વીડિયોમાં રસ્તાની વચ્ચે એક હાથી બસ તરફ આવતો દેખાડવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “દરેક વ્યક્તિ રજાઓ દરમિયાન બને તેટલી વહેલી તકે ઘરે પહોંચવા માંગે છે.

વીડિયોમાં હાથી પહેલા બસ તરફ આગળ વધે છે. જ્યારે બસ પ્રાણીની ખૂબ નજીક અટકે છે, ત્યારે હાથી તેની સૂંઢ વાહનની અંદર મૂકે છે. જો કે, કોઈ નુકસાન થાય તે પહેલા ડ્રાઈવર ધીમેથી વાહન ચલાવે છે. આ રીતે હાથી તેની સૂંઢ વડે વાહન પર હુમલો કરતો જોવા મળ્યો હતો. જંગલી પ્રાણીઓના આમ તો ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ લોકોને ખાસ કરી ફની વીડિયો વધુ પસંદ આવતા હોય છે. ત્યારે ઘણા વીડિયો એટલા ક્યુટ હોય છે કે લોકો તેેને વારંવાર જોવાનું પસંદ કરતા હોય છે.

Next Article