પ્રેમી યુગલોને હવે ડરવાની જરૂર નથી, રાજસ્થાન પોલીસે પ્રેમી પંખીડાઓને આપ્યું સુરક્ષાનું વચન

|

Jul 31, 2021 | 11:33 PM

રાજસ્થાન પોલીસની આ પોસ્ટ પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી જેમાં એક યૂઝરે તો લખ્યું કે રાજસ્થાન પોલીસ લવ જેહાદને સમર્થન આપી રહી છે. તો કોઇએ લખ્યું કે પ્રેમ તો તેમના માતા-પિતા પણ તેમને કરે છે.

પ્રેમી યુગલોને હવે ડરવાની જરૂર નથી, રાજસ્થાન પોલીસે પ્રેમી પંખીડાઓને આપ્યું સુરક્ષાનું વચન
Couples need not to fear as Rajasthan Police assures protection to lovebirds across the state

Follow us on

રાજસ્થાનમાં (Rajasthan) હવે પ્રેમી યુગલોએ સમાજથી ડરવાની જરૂર નથી. કારણ કે આ યુગલોની સુરક્ષાની જવાબદારી હવે રાજસ્થાન પોલીસે ઉપાડી લીધી છે. રાજસ્થાન પોલીસે ઓનર કિલિંગના (Honour killing) મુદ્દે લોકોને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમણે આમિર ખાન અને માધુરી દીક્ષિતની એક ફિલ્મનું પોસ્ટર શેયર કરીને સંદેશો આપ્યો છે કે જે પણ લોકો પ્રેમી યુગલને શારીરીક નુક્સાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ભારતમાં ઓનર કિલિંગ શબ્દ નવો નથી. દર વર્ષે કેટલા પ્રેમી યુગલોને પ્રેમ કરવા બદલ તેમના જ પરિવારના લોકો તેમને મોતને ઘાટ ઉતારે છે. ‘અમારા ઘરની ઇજ્જત’ આ શબ્દએ તો કેટલીક છોકરીઓના જીવ લઇ લીધા. થોડા થોડા દિવસે આપણે સમાચારમાં આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ. ઓનર કિલિંગ ભારતીય બંધારણની કલમ 14, 15, 19, 21 અને 39 નું ઉલ્લંઘન કરે છે. તેવામાં હવે રાજસ્થાન પોલીસે શેયર કરેલી આ પોસ્ટમાં લખ્યુ છે કે, પ્રદેશ કાયદો પ્રેમી યુગલોને સંરક્ષણ આપે છે. આવા કપલને કોઇ પણ નુક્સાન પહોંચાડવા પર ઓનર કિલિંગ બિલ 2019 પ્રમાણે આજીવન કેદ, મૃત્યુદંડ અને 5 લાખ સુધીના દંડની સજાનું પ્રાવધાન છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

રાજસ્થાન પોલીસે ટ્વીટમાં અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતની તસવીરનો ઉપયોગ કર્યો છે. જેમાં કેપ્શન લખ્યુ છે કે, અમે પ્રેમ કરવા વાળ, દુનિયાથી ન ડરવા વાળા. જેમાં નીચે લખ્યુ છે કે, ડરવાની કોઇ જરૂર પણ નથી, કારણ કે રાજસ્થાન ઓનર કિલિંગ બિલ 2019 પ્રેમી યુગલોને સુરક્ષા આપે છે.

આની પહેલા પણ રાજસ્થાન પોલીસે મુગલ એ આઝમ ફિલ્મના એક સીન અને ડાયલોગને ટ્વીટ કર્યો હતો. તેમાં લખ્યુ હતુ કે પ્રેમ કરવો એ ગુનો નથી. રાજસ્થાનમાં વધતા ઓનર કિલિંગના કેસને લઇને તેમણે આ ટ્વીટ કર્યુ હતુ.

જોવાની વાત તો એ છે કે રાજસ્થાન પોલીસની આ પોસ્ટ પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી જેમાં એક યૂઝરે તો લખ્યું કે રાજસ્થાન પોલીસ લવ જેહાદને સમર્થન આપી રહી છે તો કોઇએ લખ્યુ કે પ્રેમ તો તેમના માતા-પિતા પણ તેમને કરે છે. કેટલાક લોકોએ માધુરી અને આમિરનો ફોટો સાથે હોવાથી આ મામલાને લવ જેહાદનો મામલો બનાવી દીધો તો કેટલાક યૂઝર્સે પોલીસની વાતનું સમર્થન પણ કર્યુ છે.

 

Next Article