હવામાં ટકરાઈ બે કાર..અદ્ભૂત છે આ Stunts, પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય આવો વીડિયો!

|

Nov 15, 2022 | 3:48 PM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો એક કરતા વધુ અદ્દભુત સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ચાલતી કારમાંથી કૂદીને સેફ લેન્ડિંગ કરે છે. એક સ્ટંટમાં, એક રશિયન વ્યક્તિએ ગજબ કર્યુ છે.

હવામાં ટકરાઈ બે કાર..અદ્ભૂત છે આ Stunts, પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય આવો વીડિયો!
Stunt Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં સ્ટંટ સંબંધિત કોઈને કોઈ વીડિયો લાઈમલાઈટમાં રહે છે. આમાંના કેટલાકને જોયા પછી, લોકો શખ્સની હીરોપંતિની મજાક ઉડાવે છે, જ્યારે કેટલાક સ્ટંટ એટલા આશ્ચર્યજનક હોય છે કે લોકો વિચારવા લાગે છે કે તે વ્યક્તિએ આ કેવી રીતે કર્યું. બીજી તરફ કેટલાક સ્ટંટ વીડિયો જોઈને લોકોની ચીસ નીકળી જતી હોય છે. આવા જ એક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે, જે ઘણા સ્ટંટનું મિશ્રણ છે. તમે પણ આ વીડિયો જોઈને દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો એક કરતા વધુ અદ્દભુત સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ચાલતી કારમાંથી કૂદીને સેફ લેન્ડિંગ કરે છે. એક સ્ટંટમાં, એક રશિયન વ્યક્તિએ ગજબ કર્યુ છે. તે સ્પીડમાં દોડતી કારની વચ્ચેથી ‘માનવ બુલેટ’ની જેમ બહાર આવતો જોવા મળે છે. બીજી એક જગ્યાએ બે કારની ટક્કરનું અદ્ભુત દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. આ વીડિયો RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ શેર કર્યો છે. અમને ખાતરી છે કે તમને આ વીડિયો ખૂબ જ ગમશે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, કેટલાક અદ્ભુત સ્ટન્ટ્સ. આ સાથે તેણે ચોંકાવનારું ઈમોજી પણ મૂક્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજાર વખત જોવામાં આવ્યો છે. લોકો તેને એટલો પસંદ કરી રહ્યા છે કે પોસ્ટ પર લાઈક્સનું પૂર આવ્યું છે. આ સિવાય તેઓ જોરદાર શેર પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમના પ્રતિભાવો પણ નોંધ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ તમામ સ્ટંટ જાકો રખે સૈયાં માર સકે ના કોઈના પરફેક્ટ ઉદાહરણ છે. ત્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, આ છે મરવાના રસ્તા. અન્ય યુઝરે લખ્યું છે કે, ખરેખર અદ્ભુત સ્ટન્ટ્સ.

Next Article