Viral Video: શખ્સે કોકા કોલાથી બનાવી Maggi, લોકોએ કહ્યું જોઈને જ ઉલ્ટી આવી ગઈ!

|

May 18, 2022 | 8:19 AM

આ દિવસોમાં એક સ્ટ્રીટ વેન્ડરે સૌની પ્રિય મેગી સાથે એવો અત્યાચાર કર્યો છે, જેનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વીડિયોમાં તે વ્યક્તિ કોકા-કોલા(Coca Cola Maggi)થી મેગી બનાવતો જોવા મળી રહ્યો છે.

Viral Video: શખ્સે કોકા કોલાથી બનાવી  Maggi, લોકોએ કહ્યું જોઈને જ ઉલ્ટી આવી ગઈ!
Coca Cola Maggi
Image Credit source: YouTube

Follow us on

જો તમે પણ મેગી (Maggi)ખાવાના શોખીન છો જે 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે, તો આ સમાચાર વાંચતા પહેલા તમારે તમારા દિલને મજબૂત રાખવાની જરૂર છે. કારણ કે, તે તમારુ મગજ ભમાવી શકે છે. કદાચ તમારું લોહી પણ ઉકળી જાય. લોકો મેગીને કેટલો પ્રેમ કરે છે, તે બધા જાણે છે. જો તમને ભૂખ લાગી હોય અને ઝડપથી કંઈક ખાવાની ઈચ્છા હોય તો એવી સ્થિતિમાં મેગીથી વધુ સારો વિકલ્પ કંઈ હોઈ શકે નહીં. પરંતુ આ દિવસોમાં એક સ્ટ્રીટ વેન્ડરે સૌની પ્રિય મેગી સાથે એવો અત્યાચાર કર્યો છે, જેનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા(Social Media)માં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વીડિયોમાં તે વ્યક્તિ કોકા-કોલા(Coca Cola Maggi)થી મેગી બનાવતો જોવા મળી રહ્યો છે.

શું તમે ક્યારેય ‘કોકા કોલા મેગી’ વિશે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું ન હોય તો આજે જુઓ આ પ્રકારની વસ્તુ આખરે કેવી રીતે બની? આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ વેન્ડર કહે છે – હવે અમે કોક મેગી બનાવવા જઈ રહ્યા છીએ. આ પછી તે તપેલીમાં ઘણું તેલ નાખે છે. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા અને ટામેટા ઉમેરીને બરાબર ફ્રાય કરે છે. આ પછી, મસાલો નાખ્યા પછી, તેને શેક્યા પછી, તેમાં કોક નાખે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ક્રિએટીવિટીના નામે સ્ટ્રીટ વેંડર્સ તમારી મનપસંદ વાનગીઓ સાથે કેવી રીતે રમી રહ્યા છે તેનું જીવંત ઉદાહરણ આ વાયરલ વીડિયો છે. કેટલાક વેંડરો ભોજનને નવો સ્વાદ આપવા માટે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે અને કેટલીકવાર તેઓ એવા પ્રયોગો કરે છે જેને જોઈને લોકોની ભ્રમર ઉંચી થઈ જાય છે. હવે કોક મેગીની રેસીપી જોઈને લોકો વેન્ડરથી ખૂબ નારાજ છે.

આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો યુટ્યુબ પર Desi Food Crafts નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, જે હવે વાયરલ થયો છે. ચેનલે તેના ફેસબુક એકાઉન્ટ પર પણ વીડિયો અપલોડ કર્યો હતો, પરંતુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓના ઉગ્ર ગુસ્સા બાદ તેને કાઢી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે, ડીલીટ કરતા પહેલા આ વીડિયોને 27 હજાર વખત જોવામાં આવ્યો હતો. તે જ સમયે, ઘણા લોકોએ તેના પર તેમની પ્રતિક્રિયા નોંધાવી હતી.

Published On - 10:00 am, Tue, 17 May 22

Next Article