ભારતીય જુગાડને કોપી કરી રહ્યા છે ચીની લોકો, એસી સાથે કરેલા આ ફની જુગાડનો Video Viral

|

Sep 29, 2021 | 8:34 AM

વીડિયો ચીનનો છે જ્યાં એક જ એસીએ બે રૂમમાં મજા કરાવી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક જ એસીને બે રૂમમાં અડધુ અડધુ ફીટ કરવામાં આવ્યુ છે. તેમણે દીવાલમાં એક છિદ્ર પડાવ્યુ અને બે રૂમની વચ્ચે એસી ફીટ કરાવી દીધુ.

ભારતીય જુગાડને કોપી કરી રહ્યા છે ચીની લોકો, એસી સાથે કરેલા આ ફની જુગાડનો Video Viral

Follow us on

વરસાદની ઋતુમાં ગરમી અને ભેજથી લોકો પરેશાન હોય છે. તેનાથી બચવા માટે ઘણા લોકો એસીની મદદ લે છે, પરંતુ આ એસી તે દિવસે લોકોને પરેશાન કરે છે. જે દિવસે ઘરનું બિલ આવે છે. જેના પછી લોકોને ખબર પડે છે કે એસી જેવી તેવી વસ્તુ નથી. જેના કારણે એક બે વાર એસીના કારણે આવેલા તગડા બીલને જોઇને લોકો એસી કઢાવી નાખે છે અને કૂલર લગાવે છે અથવા તો એસી સાથે એવું જુગાડ કરે છે કે વધુ બીલ પણ ન આવે અને ખુશી પણ થાય. હાલના દિવસોમાં એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ ભારતીય લોકો ચોંકી ગયા છે.

આ વીડિયો ચીનનો છે જ્યાં એક જ એસીએ બે રૂમમાં મજા કરાવી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક જ એસીને બે રૂમમાં અડધુ અડધુ ફીટ કરવામાં આવ્યુ છે. તેમણે દીવાલમાં એક છિદ્ર પડાવ્યુ અને બે રૂમની વચ્ચે એસી ફીટ કરાવી દીધુ. જે બાદ AC ની અડધી હવા એક રૂમમાં અને અડધી અન્ય રૂમમાં જઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ ચોંકાવનારો વીડિયો @SCMPNews દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવાના સમય સુધી, 20 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને ટિપ્પણીઓ દ્વારા તેમની સંબંધિત પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

આ જુગાડને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે ટિપ્પણી કરીને લખ્યું, ‘તેમને પ્રેમથી જુગાડ વાલા કહેવામાં આવે છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘અમારા’ જુગાડ ‘ચેમ્પિયન બનવા પર ખતરો છે. આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ રમુજી ટિપ્પણીઓ કરી.

આ પણ વાંચો –

Indian Army: ભારતને મોટી સફળતા મળી, પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેના જોડાણના સૌથી મોટા પુરાવા મળ્યા

આ પણ વાંચો –

Venkaiah Naidu: પાર્ટી બદલવામાં કંઈ ખોટું નથી પરંતુ તે માત્ર સત્તા ખાતર ન કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

આ પણ વાંચો –

IPO : આ કંપની 3 દિવસ માટે આપી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

Next Article