Cute Video : બાળકે ઘોડાને કર્યો અનોખી રીતે પ્રેમ, જૂઓ આ મનમોહક વીડિયો

|

Aug 22, 2022 | 7:54 AM

એક બાળક અને ઘોડાનો એક સુંદર વીડિયો (Cute Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળક પ્રાણીને પ્રેમ કરતો જોવા મળે છે. જે જોયા પછી તમારો દિવસ ચોક્કસ બની જશે.

Cute Video : બાળકે ઘોડાને કર્યો અનોખી રીતે પ્રેમ, જૂઓ આ મનમોહક વીડિયો
Animal Viral video

Follow us on

મનુષ્ય અને પ્રાણી (Animal Video) વચ્ચેનો સંબંધ ખૂબ જ વિશિષ્ટ છે. બંને એકબીજાના મિત્રો છે, એવું કહેવું ખોટું નહીં હોય કે માણસો-માણસો વચ્ચે જે સૌથી ઊંડી મિત્રતા હોઈ છે. તેના કરતાં પ્રાણીઓ અને માણસો વચ્ચે વધુ ઊંડી મિત્રતા (Friendship) હોઈ છે, કારણ કે પ્રાણીઓ મનુષ્યને કંઈપણ માંગ્યા વિના નિઃસ્વાર્થપણે પ્રેમ (Love) કરે છે. તેનો પુરાવો હાલમાં જ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો. જ્યાં એક ઘોડો નાના બાળકને પ્રેમ દર્શાવતો જોવા મળે છે. આ વીડિયો ખૂબ જ મનમોહક છે.

આ મનમોહક વીડિયોને ટ્વિટર પર @TheFigen નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં માત્ર એક ઘોડો અને એક માસૂમ બાળક જોવા મળે છે. જ્યાં બાળક પોતાનો પ્રેમ બતાવે છે, ત્યાં પ્રાણી, આ પ્રેમની ભાષા સમજીને, તે જ ભાષામાં જવાબ આપે છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકને આટલા મોટા પ્રાણીને જોઈને પણ જરાય ડર નથી લાગતો. તે ઘોડા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ છે, જાણે કે તે તેની સાથે મોટો થયો હોય.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અહીં મનમોહક વીડિયો જુઓ……..

વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ તબેલાનો હોવાનું લાગી રહ્યું છે. જ્યાં એક બાળક ખૂબ જ પ્રેમથી ઘોડાને કિસ કરતો જોવા મળે છે. બાળક પણ ઘોડા હાથ ફેરવતો અને લાડ કરતો જોવા મળે છે. ઘોડો પણ કોઈ હિલચાલ કર્યા વિના માત્ર મોં હલાવીને બાળકને પ્રેમ કરી રહ્યો છે. આ બાળક જે રીતે ઘોડાને લાડ કરે છે, તે કરવા માટે ઘણી હિંમતની જરૂર હોય છે.

આ વીડિયો એટલો જબરદસ્ત છે કે, અત્યાર સુધીમાં વીડિયોને 6 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને એકવાર જોયા પછી લોકો તેને વારંવાર જોવાથી રોકી શકતા નથી. આ જ કારણ છે કે યુઝર્સ આના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહે છે કે ઘોડો જે રીતે બાળક પર પ્રેમ વરસાવી રહ્યો છે, તે નજારો ખૂબ જ અદભૂત અને સુંદર છે.

 

Next Article