Child Care Tips : મોબાઈલ બાળકો માટે બની રહ્યો છે મોટો ખતરો, આ રીતે તમારા બાળકને રાખો દુર, જુઓ વીડિયો
આજકાલના બાળકોને મોબાઈલ અને ટીવી સ્ક્રીનની એટલી લત લાગી ગઈ છે કે, તેનાથી તેની આંખો અને માનસિક સ્વાસ્થ પર અસર કરી રહી છે. જો તમારું બાળક પણ આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરે છે. તો આ વીડિયો તમારે ખાસ જોવાની જરુર છે. આ ટ્રિકસથી તમારું બાળક મોબાઈલને હાથ પણ લગાવશે નહિ.
આજકાલ નાના બાળકોથી લઈ સૌ કોઈને મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. જેના કારણે તે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે. કેટલાક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જો બાળક વધારે મોબાઈલ જોશે તો તેની આંખની રોશની પણ ઓછી થઈ શકે છે. આપણે અનેક એવા બાળકોને જોયા હશે કે, તેને નાનપણથી જ ચશ્માના નંબર આવી જાય છે. જ્યારે બાળકને એક વખત મોબાઈલનું વ્યસન થઈ જાય પછી તેને છોડાવવું ખુબ જ મુશ્કિલ પડી જાય છે. એટલા માટે તમારે પણ જ્યારે બાળક સાથે છે, ત્યારે શક્ય તેટલો ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે.
બાળકોને એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો
જો તમારે પણ તમારા બાળકને મોબાઈલથી દુર રાખવું છે, તો આ વાયરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે તમારા બાળકને અમુક એક્ટિવિટીમાં વ્યસ્ત રાખી શકો છો. બાળકો લાંબા સમય સુધી મોબાઈલથી દુર રાખવા માટે આ એક્ટિવિટી કરાવી શકો છો. જેનાથી બાળક મોબાઈલથી તો દુર રહેશે સાથે તેનો મગજ પણ તેજ થશે, મોબાઈલના વધારે વ્યસનને કારણે બાળકોને અભ્યાસમાં રસ પડતો નથી, તેનો સ્વભાવ પણ ચિડીયો બની જાય છે.
View this post on Instagram
બાળક મોબાઈલથી દુર રહેશે
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પિતા તેના બાળકને અવનવી પ્રવુતિઓ કરાવી રહ્યા છે. વીડિયોમાં તેના પિતા બાળકને સ્પોર્ટસની કેટલીક એક્ટિવિટી કરાવી રહ્યા છે. જેને બાળક ખુબ જ ઉત્સાહ સાથે આ એક્ટિવિટી કરી રહ્યો છે. આવી અવનવી એક્ટિવિટીથી બાળકના સ્વાસ્થનો વિકાસ પણ સારો થશે. જો તમે પણ તમારા બાળકને આવી એક્ટિવિટી કરાવશો તો તમારું બાળક મોબાઈલ હાથમાં લેવાનું નામ પણ લેશે નહિ,
જો તમારા બાળકોને અભ્યાસ માટે મોબાઈલની જરુર પડે છે તો તેને મોબાઈલના સ્થાને કોમ્પયુટર કે પછી લેપટોપ આપી શકો છો. જેનાથી બાળકોના સ્વાસ્થ પર મોબાઈલની તુલનામાં ઓછું નુકસાન થશે.તમે કોમ્પ્યુટર કે લેપટોપમાં સિક્યોરિટી કોડ સાથે એન્ટી વાઈરસ ઈન્સ્ટોલ કરી શકો છો. તમે લેપટોપ અને કોમ્પ્યુટર પર બાળકોની એક્ટિવિટી પર પણ નજર રાખી શકશો.