Chanakya Niti: જાણો કેવા સ્વભાવવાળી વ્યક્તિને પુરા જીવનમાં ક્યારેય હરાવી શકાતા નથી

|

Apr 12, 2021 | 5:55 PM

Chanakya Niti: આચાર્ય ચાણક્યની વાતો કઠીન જરૂર હોય છે પણ એ તમારા જીવનમાં દિશા ખુબ જ મજબુત કરવાનું કામ કરે છે, તેમના માર્ગદર્શનથી તમારા જીવનમાં ઉંચામાં ઉંચી સફળતા હાંસલ કરી શકો છો

Chanakya Niti: જાણો કેવા સ્વભાવવાળી વ્યક્તિને પુરા જીવનમાં ક્યારેય હરાવી શકાતા નથી
આચાર્ય ચાણક્યે પોતાની કૂટનીતિથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા

Follow us on

Chanakya Niti: આચાર્ય ચાણક્યની વાતો કઠીન જરૂર હોય છે પણ એ તમારા જીવનમાં દિશા ખુબ જ મજબુત કરવાનું કામ કરે છે, તેમના માર્ગદર્શનથી તમારા જીવનમાં ઉંચામાં ઉંચી સફળતા હાંસલ કરી શકો છો, આપણી જીંદગીમાં ચાણક્યની વાતોને હંમેશા નજર અંદાજ કરીએ છીએ, પરંતુ આપણે થોડું પણ એ વિચારો પર આદર કરીએ તો આપણી જિંદગી પળભરમાં બદલાય શકે છે.

 

એ કેટલીક વાતો આપણી જિંદગીની કોઈ પરિક્ષામાં મદદ કરે છે, આજે અમે આચાર્ય ચાણક્યની એ વાતોનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, આચાર્ય ચાણક્ય કહેતા હતા કે “જે વ્યક્તિ પોતાની ખામીઓ માટે પોતાના માટે લડે છે એને કોઈ હરાવી શકતું નથી”

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

પોતાના માટે લડવાવાળી વ્યક્તિને હરાવવો હોય તો ખુબ જ મુશ્કેલ

ચાણક્ય કહેતા હતા કે ” જો વ્યક્તિ પોતાની ભૂલો પર બીજા કરતા પહેલા પોતાનો સામનો કરતા હોય છે, એવી વ્યક્તિને જીવનમાં કોઈ પણ હરાવી શકતું નથી ” પરંતુ એ વાત પણ લાંબી હદ સુધી સાચી છે કે પોતાની ભુલ તો એક વ્યક્તિ સ્વીકારી શકતો નથી અને પોતાની જાત સાથે લડવામાં મુશ્કેલી પડે છે એવા પ્રકારનું સાહસ ખુબ ઓછા લોકોમાં દેખાય છે, પરંતુ જે લોકોમાં દેખાય છે એમનો વિજય નિશ્ચિત હોય છે.

 

જીંદગીમાં આપણે કોઈ વખત ભૂલ કરતા હોય છે, પરંતુ એનો સ્વીકાર નથી કરતા પણ આપણે આપણી ભૂલને નહીં સ્વીકારતા એટલે સામનો કરવો પણ આપને મુશ્કેલ થઈ જાય છે, કોઈ લોકો એવા પણ છે કે જે લોકો ભૂલ કરે છે અને બીજાને કહેવા પહેલા ખુદ એનો સામનો કરે છે, આવા લોકોને મનમાં કઈ પ્રકારના સવાલો ઉભા થાય છે, એવા લોકો પોતાની કરેલી ભૂલનો જવાબ શોધવામાં લાગી જાય છે, પરંતુ એવા લોકો ખુબ જ હોંશિયાર હોય છે.

 

એવા લોકો શોધે છે પોતાની ભૂલ પાછળનું કારણ

ક્યારેક આવા પ્રકારના સવાલના જવાબ શોધવામાં વ્યસ્ત થઈ જાય છે કે ભૂલ થઈ તો કેમ થઈ? અને ભૂલની પાછળનું કારણ શું હતું? આવા લોકો આવા પ્રકારના સવાલના જવાબ શોધવાની કોશિશ કરે છે અને આવા લોકોને હરાવવા ખુબ જ કઠીન હોય છે એટલે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે “જે વ્યક્તિ પોતાની ખામીઓ માટે પોતાના માટે લડે છે એને કોઈ હરાવી શકતું નથી”

 

આ પણ વાંચો: કર્નાટક અને આંધ્રપ્રદેશ નહી ગુજરાત, હરિયાણા અને ઝારખંડ પણ છે હનુમાનજીની જન્મભૂમિના દાવેદાર

Next Article