કર્નાટક અને આંધ્રપ્રદેશ નહી ગુજરાત, હરિયાણા અને ઝારખંડ પણ છે હનુમાનજીની જન્મભૂમિના દાવેદાર

હનુમાનજી નું જન્મસ્થળ (Hanuman Birth Place)ને લઈને વિવાદ કઈ નવો નથી વર્ષો થી ચાલ્યો આવે છે અત્યારે વધતા જતા ધાર્મિક ફરવા લાયક સ્થળને લઈને આ મુદાએ જોર પકડ્યું છે કર્નાટક અને આંધ્રપ્રદેશ ની વચ્ચે આ વિવાદ હતો જ પણ પૌરાણીક માન્યતા અનુસાર દેશના બીજા કેટલાક રાજ્યમાં પણ હનુમાનજી ના જન્મ સ્થળ ના દાવાઓ કરવામાં આવ્યાં છે

કર્નાટક અને આંધ્રપ્રદેશ નહી ગુજરાત, હરિયાણા અને ઝારખંડ પણ છે હનુમાનજીની જન્મભૂમિના દાવેદાર
ફાઈલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 12, 2021 | 4:37 PM

હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકો માટે હનુમાનજી હમેશા વિશેષ રહે છે, લોકોની એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનજીની ભક્તિ કરે છે તો તેમનાથી સંકટ દુર કરે છે, કદાચ એટલે હનુમાનજીને સંકટ મોચનનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ બધાના સંકટ દુરકરવાં વાળા હનુમાનજીના જન્મ સ્થળ પર નવું સંકટ ઉભું થયું છે, દર વર્ષે એક મીડિયા રીપોટ અનુસાર શીવમોગામાં રામચંદ્રપુરા મઢના પ્રમુખ રામેશ્વર ભારતીએ દાવો કર્યો છે કે હનુમાનજીનું જન્મ સ્થળ ઉતર કન્નડ જીલ્લાનું ગોકર્ણમાં થયો હતો.

તમને જણાવી દઈએ કે હનુમાનજીના જન્મ પર કેટલાક વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે, કેટલાક રાજ્યો એવા છે કે પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મ સ્થાનને બતાવતા આવ્યા છે, એમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે, હનુમાનજીના જન્મ સ્થળ પર કર્નાટકનો દાવો હમેશ રહે છે, ત્યાના ભક્તો કહે છે કે હનુમાનજીનો જન્મ કિષ્કિંધાના અન્જનાદ્રી પહાડ પર થયો હતો, આંધ્રપ્રદેશ હનુમાનજીના જન્મ પર એમનો અલગ દાવો કરે છે એમનું માનવું છે કે ભગવાન હનુમાનજી નો જન્મ તિરુપતિના સાત પહાડોમાંના એક પહાડમાં થયો છે આ સાત પહાડોને અન્જનાદ્રી કહેવામાં આવે છે એટલે કર્નાટક અને આંધ્રપ્રદેશની વચ્ચે વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે

ગુજરાતમાં હનુમાનજીના જન્મનો દાવો હનુમાનજીના જન્મને લઈને ગુજરાત પણ કેટલાક વર્ષોથી દાવા કરતુ આવ્યું છે, કેટલાક વિદ્વાનોનું માનવું છેકે ગુજરાત રાજ્યના નવસારી નજીક ડાંગ જીલ્લામાં જન્મ સ્થળ છે, એની પહેલા દંડકારણ્ય પ્રદેશના રૂપમાં જાણવામાં આવતો હતો, જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે એમણે 10 વર્ષ આ જંગલમાં રહ્યાં હતા, ખાસ વાત એ છે કે આદિવાસી લોકોનું માનવું છે કે હનુમાનજીનો જન્મ આ જીલ્લામાં આવેલો અંજના પર્વતની અંજની ગુફામાં થયો હતો, લોકોની માન્યતા છે કે ભગવાન શ્રીરામ ને માતા શબરીએ આ જીલ્લામાં સુબીરની નજીક એઠા બોર ખવરાવ્યા હતા, એટલે આજ એને શબરી ધામના નામ થી ઓળખવામાં આવે છે, અહી ઋષિ માતંગનો આશ્રમ પણ છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહારાષ્ટ્ર પણ કહે છે કે હનુમાનજીનો જન્મ નાસિકમાં થયો હોવાનો દાવો ઘણા લોકો કહે જે મહારાષ્ટ્રથી આવે છે એમનું માનવું છે કે હનુમાનજી નો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલ અન્જનેરી પર્વત પર થયો હતો, આ પર્વત ત્ર્યંબકેશ્વરથી 7 કિલોમીટર દુર નાસિક જીલ્લામાં આવેલ પર્વત પર હનુમાનજીની માતા અંજનીનું પ્રાચીન મંદિર આવેલું છે અને એની થોડી ઉંચાઇ પર હનુમાનજીનું પણ મંદિર આવેલું છે, અહી મોજુદ સાક્ષીના કહેવાથી આ એરિયાને ભગવાન હનુમાનજીની જન્મ ભૂમિ અહી હોવાનો દાવો કરે છે.

હરિયાણાના કૈથલમાં હનુમાનજીનો જન્મનો દાવો હરિયાણાના કૈથલમાં હનુમાનજીના જન્મનો દાવો કરવામાં આવે છે, અસલમાં કૈથલનું પહેલા નામ કપીસ્થળ હતું કપીસ્થળ એ વખતે કુરુ સામ્રાજ્યનો એક ભાગ હતો કપીનો અર્થ થઇ છે વાનર અને ભગવાન હનુમાનજી વાનરના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન થયા, એટલે હરિયાણાના કૈથલમાં હનુમાનજીનો જન્મ થયો હોવાનો દાવો કરવામાં આવે છે, હરિયાણાના કૈથલમાં હનુમાનજીના એતિહાસિક અને પૌરાણીક કથાઓને લઈને કેટલાક સાક્ષી જોવા મળે છે અને અહી હનુમાનજી ની માતા અંજનીનું પ્રાસીન મંદિર આવેલું છે

હનુમાનજીનો ઝારખંડમાં જન્મ થયો હનુમાનજી ભક્તોને એટલા પ્રિય છે કે એની ઉપસ્થિતિ દેશના ખૂણે-ખૂણેમાં જોવા મળે છે, એને લીધે બધી જગ્યા એથી હનુમાનજીના જન્મ સ્થળ ના દાવા કરવામાં આવે છે, એમાંથી એ દાવો ઝારખંડે કર્યો છે, કેટલાક લોકોનું માનવું છે કે હનુમાનજીનો જન્મ ઝારખંડ રાજ્યના ગુમલા જીલ્લાના અંજનગામ ની એક ગુફામાં થયો હતો, ત્યાં એ પણ કહેવાય છેકે આ જીલ્લામાં પલાકોટ પ્રખંડના બાલી અને સુગ્રીવનું રાજ્ય પણ હતું, અહીના આદિવાસી લોકો આજ પણ અંજનાગામની આ ગુફામાં પૂજા પાઠ કરે છે અને એને હનુમાનજીનું જન્મ સ્થળનો દાવો કરે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">