AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે
aadhar card
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:58 AM
Share

આજના વર્તમાન સમયમાં આપણે ઘણા દસ્તાવેજોનો ઉપયોગ આપણી ઓળખ તરીકે કરી શકીએ છીએ. પરંતુ, આધાર એ આ સમયે ઉપયોગમાં લેવાતો ઓળખનો સૌથી અસરકારક દસ્તાવેજ છે, જેના વિના આપણા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે નવો મોબાઈલ નંબર મેળવવો હોય, આપણને લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડની (Aadhar Card) જરૂર હોય છે. 

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

આધાર કાર્ડમાં રહેલા યુનિક આઈડી નંબર ખૂબ જ સરળ છે અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેની ગંભીરતાને સમજી શકતા નથી. સામાન્ય રીતે આધાર નંબર સાથે કોઈ છેતરપિંડી થતી નથી, પરંતુ વર્તમાન સમયમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવું ભારે પડી શકે છે.

આધાર નંબર કેમ શેર ન કરવો જોઈએ વાસ્તવમાં, તમારી તમામ ગોપનીય માહિતી આધાર પરના યુનિક ID નંબરમાં રહેલ છે. તમારું નામ, પિતા કે પતિનું નામ, ઘરનું સરનામું, શારીરિક ઓળખ વગેરે આધાર નંબર દ્વારા શોધી શકાય છે. કોઈપણ ગુનેગાર તમારી ગોપનીયતાને જોખમમાં મૂકવા માટે આટલી માહિતી ખૂબ જ વધારે છે.

ઘણા આધાર કાર્ડ ધારકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કે તેમની ઓળખ સાબિત કરવા માટે દરેક જગ્યાએ આધારનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ UIDAI શા માટે આધાર નંબર જાહેર કરવાનો ઇનકાર કરે છે?

આધાર નંબર શેર કરવા અંગે UIDAI શું કહે છે આ પ્રશ્નના જવાબમાં UIDAI કહે છે કે PAN કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક ચેકનો પણ દરેક જગ્યાએ ઉપયોગ થાય છે પરંતુ અમે આ દસ્તાવેજો પર નોંધાયેલા નંબરોને કોઈપણ રીતે સાર્વજનિક નથી કરતા. જ્યારે જરૂરી હોય ત્યારે જ અમે આ દસ્તાવેજોનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે, આધારનો ઉપયોગ પણ જરૂરિયાત પર જ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ગોપનીય માહિતી લીક થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આ પણ વાંચો : Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">