AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘શું હું મૂનવોક માટે જઈ શકું છું ?’, જ્યારે પ્રજ્ઞાને વિક્રમ પાસે માંગી પરવાનગી, ISROએ ચેટનો VIDEO કર્યો શેર

આ દરમિયાન પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ફરીને સમગ્ર નિરીક્ષણ કરી રહ્યુ છે ત્યારે જ્યારે તે વિક્રમથી બહાર નિકળી ચંદ્રની સપાટી પર જવા માટે તેને વિક્રમની પરવાનગી લીધી હતી જેવી ચેટ હવે ખુબ જ વાયરલ થઈ રહી છે

'શું હું મૂનવોક માટે જઈ શકું છું ?', જ્યારે પ્રજ્ઞાને વિક્રમ પાસે માંગી પરવાનગી, ISROએ ચેટનો VIDEO કર્યો શેર
Can I go for a moonwalk when Pragyan asked Vikram for permission
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:51 AM
Share

Chandrayaan3 : ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક ઉતરી ગયુ ત્યારથી લઈને ફોટો અને વીડિયો સતત સામે આવી રહ્યા છે. જે અંગે ISRO ટ્વીટ કરીને તેની સમગ્ર માહિતી આપી રહ્યું છે. ચંદ્રયાન-3ના લેન્ડરે બુધવારે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી રોવર પણ લેન્ડરમાંથી બહાર આવી ગયુ હતુ. જો કે આ દરમિયાન પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ફરીને સમગ્ર નિરીક્ષણ કરી રહ્યુ છે ત્યારે જ્યારે તે વિક્રમથી બહાર નિકળી ચંદ્રની સપાટી પર જવા માટે તેને વિક્રમની પરવાનગી લીધી હતી, જેવી ચેટ હવે ખુબ જ વાયરલ થઈ રહી છે

બન્નેની ચેટનો વીડિયો વાયરલ

ઈસરોએ શનિવારે રાત્રે એક્સ (ટ્વિટર) પર રોવરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન વચ્ચે કેવી રીતે વાતચીત થઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે વિક્રમ લેન્ડરની અંદર બેસીને ચંદ્ર પર પહોંચેલા રોવર (પ્રજ્ઞાન)એ વિક્રમ પાસે લેન્ડિંગ કર્યા બાદ તે એક વડીલ પાસે બહાર જઈને ફરવાની પરવાનગી માંગી રહ્યુ હોય તેમ જોવા મળી રહ્યુ છે. આ બન્ને મશીન એક બીજાની સાથે ટેકનોલોજીના મદદથી ચેટ કરી એકબીજા સાથે વાત કરતા રહે છે.

ત્યારે ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા પ્રજ્ઞાને વિક્રમને પૂછ્યું, ‘શું હું મૂનવોક માટે જઈ શકું?’ ત્યારે વિક્રમે વડીલની જેમ પરવાનગી આપી અને જવાબ આપ્યો, ‘હા, તમે જઈ શકો છો પણ keep in touch.’ જેના પર પ્રજ્ઞાન કહે છે- ‘Yaaaahoooo… આ પછી તે વિક્રમમાંથી નીચે ઉતરીને ચંદ્રના સ્તર પર આવે છે.

પ્રજ્ઞાન રોવરે વીક્રમ પાસે માંગી પરવાનગી

આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોએ આ વીડિયો જોયો છે જ્યારે 45 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે જ્યારે 6 હજારથી વધુ લોકોએ તેને ફરીથી પોસ્ટ કર્યો છે. લોકો આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે અને દેશના વૈજ્ઞાનિકોના વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો તે સમયનો છે જ્યારે રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3ની સફળતાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતનો ધ્વજ ઊભો કર્યો છે. રોવર પ્રજ્ઞાનની તસવીર પર ઈસરોનો લોગો અને ત્રિરંગો દેખાય છે જે વીડિયોમાં સામે આવ્યો છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">