Viral Video: ભેંસે મચાવ્યો ભયાનક તાંડવ, લોકોને ઊંચકી ઊંચકીને પટક્યા, વીડિયો જોઈ ચોંકી ગયા લોકો

|

Jan 11, 2023 | 7:05 PM

આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખુબ ચોંકાવનારો છે. એક ભેંસે લોકોને ઊંચકી ઊંચકીને પટક્યા છે જેમાં નાના બાળકો પણ છે. જુઓ આ વાયરલ વીડિયો.

Viral Video: ભેંસે મચાવ્યો ભયાનક તાંડવ, લોકોને ઊંચકી ઊંચકીને પટક્યા, વીડિયો જોઈ ચોંકી ગયા લોકો
Buffalo Attack Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય છે તે કંઈ કહી શકાય નહી, ઘણી વખત એવા ફની વીડિયો જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલાક એવા કિસ્સાઓ છે, જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખુબ ચોંકાવનારો છે એક ભેંસે લોકોને ઊંચકી ઊંચકીને પટક્યા છે જેમાં નાના બાળકો પણ છે. આ વાયરલ વીડિયો કોઈ ગલીનો હોય તેવું લાગી રહ્યું છે. ગાયો અને ભેંસો ઘણીવાર આપણા વિસ્તારોમાં ફરતા હોય છે.

ઘણી વખત લોકો તેમને પરેશાન કરે છે અને કેટલીકવાર આ પ્રાણીઓ લોકોને પરેશાન કરે છે. આ ચોંકાવનારા વીડિયોમાં તમને ભેંસનો તાંડવ જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પાછળ દોડતી વખતે ભેંસ દુકાનની નજીક પહોંચે છે અને પહેલા એક મહિલાને હવામાં ફંગોળે છે. આ પછી, બીજી ભેંસ એક વ્યક્તિ પર જોરદાર હુમલો કરે છે. આ જોઈને દ્રશ્ય એવું બની જાય છે કે જેને જોઈને લોકો આમતેમ ભાગવા લાગે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વીડિયો જોઈને ચોક્કસ તમારો પરસેવો છૂટી ગયો હશે. આવો ખતરનાક નજારો તમે કદાચ પહેલીવાર જોતા હશો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘sachin.raghav.naruli’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ત્યારે લોકો વીડિયો પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે ભેંસનો ખતરનાક સ્વભાવ. કેટલાક કહે છે કે શું ખતરનાક દૃશ્ય છે.

 

 

આમ તો પ્રાણીઓને લગતા ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પણ આ વીડિયો ખુબ જ ખતરનાક છે કારણ કે ભેંસ એક નાના બાળકને પણ અડફેટે લે છે અને તેને પોતાના શીંગડા વડે જોરથી મારે છે. વીડિયોમાં એક શખ્સ ચાલીને જઈ રહ્યો જે ભેંસને જોઈ બાજુની દુકાનમાં ઘુસી જાય છે ત્યારે ભેંસ દુકાન અંદર ઘુસી તે શખ્સ ઉપર હુમલો કરે છે. એકંદરે આ ખતરનાક વીડિયોએ લોકોને ચોંકાવી દીઘા છે.

Next Article