Viral Video: લગ્ન જીવનનું જે થાય તે, લગ્ન મંડપમાં જ વર-કન્યાએ ફેરાની જગ્યાએ કર્યા Push-Ups, જૂઓ વીડિયો

|

Apr 22, 2022 | 3:54 PM

વરમાળાના (Jaimala Video) સ્ટેજ પર દુલ્હન અને વરરાજા કંઈક એવું કરે છે. જેને જોઈને ત્યાં હાજર મહેમાનો જ નહી પરંતુ ઈન્ટરનેટની જનતા પણ વિચારમાં પડી ગઈ છે. તો ચાલો જોઈએ આ વીડિયોમાં એવું શું છે જેણે બધાને દંગ કરી દીધા.

Viral Video: લગ્ન જીવનનું જે થાય તે, લગ્ન મંડપમાં જ વર-કન્યાએ ફેરાની જગ્યાએ કર્યા Push-Ups, જૂઓ વીડિયો
bride groom and bride push ups viral video

Follow us on

લગ્નની સિઝન (Indian Wedding) ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ‘સોશિયલ મીડિયાની દુનિયા’માં વર-કન્યા (Bride Groom Videos) સાથે જોડાયેલા ફની વીડિયો ફરી ટ્રેન્ડ થવા લાગ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે, દરેક વ્યક્તિ માટે લગ્નનો દિવસ કેટલો ખાસ હોય છે. આવી સ્થિતિમાં ઘણા કપલ્સ આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે અલગ-અલગ વસ્તુઓ કરે છે. તેઓ તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. આ એપિસોડમાં, એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલો છે. જેમાં વરમાળાના સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન વિડિયો (Dulha Dulhan Video) જોઈને ત્યાં હાજર મહેમાનો જ નવાઈ નથી પામ્યા પરંતુ ઈન્ટરનેટની જનતા પણ વિચારમાં પડી ગઈ છે. તો ચાલો જોઈએ આ વીડિયોમાં એવું શું છે જેણે બધાને દંગ કરી દીધા.

કલ્પના કરો કે વર અને કન્યા વરમાળાના સ્ટેજ પર ઉભા છે અને અચાનક બંને પુશઅપ કરવા લાગે છે, તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? સ્વાભાવિક છે કે આ બધું જોઈને તમે ચોંકી જશો. ત્યારે તમે વિચારશો કે લગ્ન સમયે આવું કોણ કરે છે. આ વીડિયો જૂનો છે પણ ફરી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન સ્ટેજ પર પુશઅપ્સ કરતા જોવા મળે છે. બંનેને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે બંનેએ એકબીજા સાથે દાવ લગાવ્યો છે, ચાલો જોઈએ આમાં કોણ જીતે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જુઓ, જ્યારે વર-કન્યા સ્ટેજ પર પુશઅપ કરવા લાગ્યા

દુલ્હા અને દુલ્હનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bridal_lehenga_designn નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. હરિયાણવી એક્સેન્ટમાં ખૂબ જ ફની કેપ્શન આપતા યુઝરે લખ્યું છે, ‘મ્હારી છોરી છોરા સે કમ સૈ કે.’ આ સિવાય વીડિયોના સ્લગમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે, આ બેમાંથી કોણ જીતે છે. વિડીયો પરથી એ જાણી શકાયું નથી કે, કોણે પહેલા ગીવઅપ કર્યું. પણ એક વાત ચોક્કસ છે. આ બંનેને જોયા પછી આ સંદેશો મળ્યો હશે કે ફિટ રહેવા માટે કસરત પણ જરૂરી છે.

ખરેખર આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ફિટનેસ ખૂબ જ જરૂરી છે. જેને આ બંનેએ બધાને લગ્નમાં કસરતનું મહત્વ સમજાવ્યું છે. દરેક લોકો માટે આ વાયરલ વીડિયો એક પ્રેરણારૂપ બનશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Madhya Pradesh : પ્રસુતા પત્નીની દેખભાળ માટે કેદીઓને મળશે જેલમાંથી છૂટી, કેદીઓના હકમાં હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

આ પણ વાંચો:  કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ, બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે મહિલાએ નોંધાવી ફરિયાદ

Next Article