Dancing Video : દુલ્હનની દાદીએ કર્યો એવો જોરદાર ડાન્સ, વીડિયો જોઇને લોકો બોલ્યા અદ્ભૂત !

|

Sep 30, 2021 | 8:39 AM

દાદીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.

Dancing Video : દુલ્હનની દાદીએ કર્યો એવો જોરદાર ડાન્સ, વીડિયો જોઇને લોકો બોલ્યા અદ્ભૂત !
Grandma's dancing Video goes viral on social media

Follow us on

લગ્ન સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કેટલાક એવા પણ છે જેઓ આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. મોટાભાગના લગ્નોમાં ભાઈ-ભાભીથી લઈને દાદા-દાદી સુધી તમામ લગ્ન પ્રસંગની શાન હોય છે. તે બધા પોતાના ડાન્સ અને મસ્તીથી લોકોના દિલ જીતી લે છે. હવે સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યું છે તે થોડુ જૂનું છે. આ વીડિયોમાં, એક દાદી આમિર ખાનના લોકપ્રિય ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો આ ડાન્સ વીડિયો દરેકને પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યાની દાદી ફિલ્મ દિલના ગીત ‘ખંભે જૈસી ખડી હૈ’ પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દાદીએ સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે પોતાના ડાન્સથી અદ્ભુત લગ્ન વાતાવરણ બનાવી દીધુ હતુ. લગ્નમાં હાજર તમામ લોકો તેમનો આ ડાન્સ જોઇને ખુશ થઇ ગયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે તેમજ ટિપ્પણી દ્વારા તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દાદીના ડાન્સનો આ આકર્ષક વીડિયો એટલો રમુજી છે કે તે ચોક્કસ તમારા ચહેરા પર હાસ્ય લાવશે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈવેન્ટ ફોટોગ્રાફર ટીમ ફિલ્મ સ્ક્રીન દ્વારા 2019 માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. હવે તે ફરી એકવાર બ્રાઈડ્સ સ્પેશિયલ દ્વારા 2020 માં ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો.

દાદીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. આ સાથે જ, વીડિયો પર હજારો ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે. આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, એક યૂઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘દાદી આજે પણ ખૂબ જ સ્માર્ટ લાગે છે’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘દાદી જેટલી સુંદર છે ., તેમનો ડાન્સ પણ એટલો જ શાનદાર છે ‘ તમને જણાવી દઈએ કે આ ગીત ફિલ્મ દિલનું છે. આ ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની મુખ્ય ભૂમિકા હતી અને આ ગીત ઉદિત નારાયણે ગાયું હતું.

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : ફરી ભડકે બળી રહ્યાં છે ઇંધણ ભાવ, જાણો આજે કેટલા મોંઘાં થયા પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો –

Ecuador Jail Violent Clashes: ઇક્વાડોર જેલમાં હિંસક અથડામણ, અત્યાર સુધીમાં 100થી વધુ કેદીઓના મોત

આ પણ વાંચો –

બેંક ગ્રાહકો માટે અગત્યના સમાચાર, આજેજ પતાવી લો આ કામ નહીંતર આવતીકાલથી તમારા આર્થિક વ્યવહારો અટકી જશે

Next Article