શું તમારું પણ પંજાબ નેશનલ (PNB) બેંક માં ખાતું છે? તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. PNB એ એવા ખાતા ધારકો માટે ચેતવણી જાહેર કરી છે જેમણે છેલ્લા ત્રણ વર્ષથી તેમના ખાતામાં કોઈ પણ ટ્રાન્જેક્શન કર્યા નથી. બેંકે આવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો 15 એપ્રિલ,2026 પછી તેમના ખાતા બંધ કરવામાં આવશે.
પંજાબ નેશનલ બેંક દ્વારા જારી કરાયેલી એક સત્તાવાર સૂચના અનુસાર , આ નિર્ણય ફક્ત એવા ખાતાઓ પર લાગુ થશે જે છેલ્લા ત્રણ વર્ષથી હયાત નથી અને હાલમાં શૂન્ય બેલેન્સ ધરાવે છે. બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર એક પોસ્ટ દ્વારા આ સંદર્ભમાં માહિતી પણ શેર કરી, લોકોને આવા ખાતાઓને એક્ટિવ કરવા વિનંતી કરી છે.
ચેતવણી જારી કરવા ઉપરાંત, PNB એ આવા ખાતાધારકોને 15 એપ્રિલની અંતિમ તારીખ સુધીમાં તેમના ખાતા ફરીથી એક્ટિવ કરવાની સલાહ આપી છે. આ કરવા માટે, તમે તમારી નજીકની PNB શાખાની મુલાકાત લઈ શકો છો અને તમારી Know Your Customer (KYC) પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આ સમયમર્યાદા સુધીમાં એકાઉન્ટ એક્ટિવ નહીં થાય, તો તે બીજા દિવસે, એટલે કે 16 એપ્રિલના રોજ અથવા તે પછી કોઈપણ ચેતવણી વિના બંધ થઈ જશે. સરળ KYC અપડેટ પૂર્ણ કરીને અથવા ટ્રાન્જેક્શન શરૂ કરીને એકાઉન્ટ બંધ થતાં રોકી શકાય છે.
પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી બંધ ખાતાઓ સાથે સંકળાયેલા જોખમને ઘટાડવાનો હેતુ છે. ઉપરાંત છેતરપિંડીના જોખમને ઘટાડવાનો હેતુ છે. છેતરપિંડીના જોખમને કારણે બેંકો બેલેન્સ વિનાના બંધ અથવા ચાલુ ખાતાઓ તેમજ ટ્રાન્જેક્શન પર નજીકથી નજર રાખી રહી છે. સમયાંતરે KYC અપડેટ્સ પણ બેંકિંગ નિયમોનો એક ભાગ છે.
બેંકે જણાવ્યું છે કે જે ગ્રાહકો તેમના બેંક ખાતાની સ્થિતિ સચોટ રીતે ચકાસી શકતા નથી, તેમણે તાત્કાલિક તેમની બેંક શાખાનો સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જેમણે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના ખાતાનો ઉપયોગ કર્યો નથી.
નોંધનીય એ છે કે પંજાબ નેશનલ બેંક દેશની સૌથી મોટી બેંકોમાંની એક છે, જેનું બજાર મૂડીકરણ ₹1.30 લાખ કરોડ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ PNBના શેર બુધવારે લગભગ 1% વધીને ₹113.10 પર બંધ થયા હતા.
Breaking News: વોટ્સએપ યુઝર્સ માટે મોટી ખબર ! કોલિંગ અનુભવને વધુ સ્માર્ટ અને મજેદાર બનાવશે આ આવનાર નવું પાવરફુલ ફીચર વધુ વાંચવા અહીં ક્લિક કરો
Published On - 2:17 pm, Thu, 19 March 26