Funny Video : આ બેલ મુજે માર કોને કહેવાય ? આ વાયરલ વીડિયો જોઈ જાણી જશો

|

Jun 22, 2022 | 4:00 PM

આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ કે ઘોડા લાત મારે છે. તો શું તમે તેના પર ચઢવા માટે ઘોડા (Horse) ની પાછળ ઊભા રહેશો ? સ્વાભાવિક રીતે, તમે પણ કહેશો કે તેની લાત કોને ખાવાનું પસંદ છે.

Funny Video : આ બેલ મુજે માર કોને કહેવાય ? આ વાયરલ વીડિયો જોઈ જાણી જશો
Funny Viral Video
Image Credit source: Instagram

Follow us on

તમે કહેવત તો સાંભળી જ હશે કે આ બેલ મુજે માર, આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે લાખ સમજાવવા છતાં જાણી જોઈને મુસીબત માથે લેવાનું પસંદ કરે છે. હવે જરા જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ કે ઘોડા લાત મારે છે. તો શું તમે તેના પર ચઢવા માટે ઘોડા(Horse)ની પાછળ ઊભા રહેશો? સ્વાભાવિક રીતે, તમે પણ કહેશો કે તેની લાત કોને ખાવાનું પસંદ છે. પણ ભાઈ, આ લોકોને કોણ સમજાવે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરની બહાર ખેતરમાં ઘોડો ઉભો છે. જ્યારે નજીકમાં દોડતો એક વ્યક્તિ તેના પર બેસવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિ ઘોડા પર કૂદીને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ઘોડો લાત મારવામાં ઉસ્તાદ છે. તમે જોઈ શકો છો કે જેવો માણસ કૂદકો મારીને ચઢવાનો પ્રયાસ કરે છે, ઘોડો એવી રીતે લાત મારે છે કે વ્યક્તિ ઉડીને પડી જાય છે. હવે આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો આને કહેવાય છે આ બેલ મુજે માર.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

હોલીવુડ એક્ટર tyrese આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, મને માફ કરજો. એક દિવસ પહેલા અપલોડ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 24 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વીડિયો જોયા પછી, લોકો તેના પર સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ઓહ ભાઈ, લાગે છે ભાઈની કીડની ગઈ છે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે કે, દુનિયામાં મૂર્ખ લોકોની કોઈ કમી નથી. ભાઈ આ રીતે કોણ ઘોડા પર સવારી કરે છે? અન્ય એક યુઝરે ફની રીતે પ્રતિક્રિયા આપતા લખ્યું, તો ભાઈ, હવે અંતિમ સંસ્કાર ક્યારે છે. એકંદરે, લોકોને આ વીડિયો ઘણો ફની લાગ્યો છે. મોટાભાગના યુઝર્સ વ્યક્તિનાં મૂર્ખ કૃત્યની મજાક ઉડાવી રહ્યા છે.

Next Article