Video: આ ટેણિયાએ આપ્યો અદ્ભુત સંદેશ, બાળકની વાતો સાંભળીને આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા !

|

Jan 22, 2022 | 9:49 AM

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે,જેમાં બાળક જે વાતો કરે છે તે સાંભળીને તમે પણ દંગ રહી જશો.

Video: આ ટેણિયાએ આપ્યો અદ્ભુત સંદેશ, બાળકની વાતો સાંભળીને આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા !
Businessman Anand Mahindra Share motivational video (File Photo)

Follow us on

Viral Video : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે,તે ટ્વિટર પર અવારનવાર કોઈનો કોઈ વીડિયો પોસ્ટ કરતા રહે છે.તેઓ ફની અને પ્રેરણાદાયી પોસ્ટ કરતા જોવા મળે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં એક બાળક (Kids)  જે વાતો કરી રહ્યો છે તે જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

બાળકની અદ્ભુત વાતો સાંભળીને લોકો દંગ રહી ગયા

સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયોમાં બાળકોનો ડાન્સ તો કેટલાક વીડિયોમાં બાળકની પ્રતિભા લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.આ બાળકની વાતો સાંભળીને તમે પણ દંગ રહી જશો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

જુઓ વીડિયો

વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યુ કે, હું માનું છું કે આ છોકરો મોટિવેશનલ સ્પીકર પ્રેમ રાવતના શબ્દોનું પુનરાવર્તન કરી રહ્યો છે. આ કોઈ યુવા ગુરુ નથી. પરંતુ જ્યારે બાળકો વાતચીત કરે છે, ત્યારે તેમની નિર્દોષતા તેમના શબ્દોને અપ્રતિમ શક્તિ આપે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.યુઝર્સ આ બાળકની ખુબ પ્રશંશા કરી રહ્યા છે.

મજેદાર વીડિયો થયો વાયરલ

યુઝર્સ આ મજેદાર વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,શું બાળકની સમજણ છે…જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આનંદ મહિન્દ્રાની દરેક પોસ્ટ કંઈક શીખવે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ આ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા રિપોર્ટરને કારે મારી ટક્કર, છતા તેણે ચાલુ રાખ્યુ રિપોર્ટિંગ !

Published On - 9:45 am, Sat, 22 January 22

Next Article