બાઈકની ટક્કરથી પલટી ગઈ કાર, પછી જે થયું તે જોઈ હચમચી જશો, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો

|

Oct 15, 2022 | 1:22 PM

મોટાભાગના કિસ્સામાં ટ્રાફિકના નિયમોની અવગણનાની વાત સામે આવી છે. હાલમાં એક હ્રદય હચમચાવી દેનારો રોડ અકસ્માતનો વીડિયો (Viral Video)સામે આવ્યો છે. જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.

બાઈકની ટક્કરથી પલટી ગઈ કાર, પછી જે થયું તે જોઈ હચમચી જશો, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો
Accident Shocking video
Image Credit source: Twitter

Follow us on

થોડા વર્ષો પહેલા અકસ્માત અંગે એક અહેવાલ સામે આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ 15 લાખ લોકો મૃત્યુ પામે છે. તે સાથે જ બેથી પાંચ કરોડ લોકો જીવલેણ અકસ્માતો(Accident Viral Video)નો ભોગ બને છે. જેના કારણે ઘણી વખત લોકો પોતાના હાથ-પગ ગુમાવે છે. મોટાભાગના કિસ્સામાં ટ્રાફિકના નિયમોની અવગણનાની વાત સામે આવી છે. હાલમાં એક હ્રદય હચમચાવી દેનારો રોડ અકસ્માતનો વીડિયો (Viral Video)સામે આવ્યો છે. જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.

અકસ્માતોના મોટા ભાગના કિસ્સામાં ટ્રાફિકના નિયમોની અવગણના થતી જોવા મળે છે. લોકો પોતાની સ્પીડ પર કાબૂ રાખતા નથી અને રસ્તા પર જતા અન્ય વાહનો સાથે અથડાય છે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં સામેથી એક વ્યક્તિ એટલી ઝડપે બાઇક ચલાવતો આવે છે કે તે કાર ચાલકને ટક્કર મારે છે. કાર સાથે અથડામણ એટલી જોરદાર હોય છે કે તે તરત જ પલટી જાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વાસ્તવમાં બાઇક ચાલકની ભૂલને કારણે રોડ પર ભયાનક અકસ્માત થાય છે. બાઇકર એટલી ઝડપથી આવે છે અને સામેથી કારને ટક્કર મારે છે કે તરત જ કાર પલટી જાય છે. વાત માત્ર આટલેથી જ અટકતી નથી, પરંતુ તે પોતે પણ થોડી ક્ષણો માટે કારની સાથે હવામાં ઉછળી જાય છે. થોડીવાર માટે તો એવું લાગે છે કે કાર તેની માથે જ પડી જશે પરંતુ નસીબએ તેનો સાથ આપ્યો અને તે શખ્સ બચી જાય છે.

આ વીડિયો ટ્વિટર પર @ViciousVideos નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 24 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ તેને લાઈક અને રીટ્વીટ કર્યું છે. આ સાથે લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આજકાલ લોકો ન જાણે સ્પીડ સાથે કેમ આટલો પ્રેમ છે કે તેઓ તેમના જીવનની પણ પરવા નથી કરી રહ્યા.’ આ સાથે જ લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને ફીડબેક આપી રહ્યા છે.

Next Article