Funny Video: ‘આટલો ખરાબ સમય!’ પાંડાનો આ ફની વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો
આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખ 99 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આળસ (Laziness)એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. આળસ હોય તો કોઈપણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. જો કે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય, જેમાં આળસ ન જોવાતી હોય. પરંતુ આ માત્ર માણસોની સમસ્યા નથી, પરંતુ આળસ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આળસની દ્રષ્ટિએ પાંડા (Panda) પ્રાણી સાથે કોઈ અન્ય પ્રાણી મેચ નથી થતું. તેઓ ભલે સુંદર અને નિર્દોષ દેખાય, પરંતુ તેમની અંદર આળસ ભરેલી હોય છે. તેમના જીવનનો મોટાભાગનો સમય ખાવામાં અને સૂવામાં પસાર થાય છે.
આ જ કારણ છે કે પાંડાને વિશ્વનું સૌથી આળસુ પ્રાણી (Animals Videos) માનવામાં આવે છે. જો કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના જાનવરો સાથે જોડાયેલા વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે, પરંતુ આજકાલ પાંડાના એક ફની વીડિયોએ (Funny Video) બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આવા ઘણા કાર્યો છે, જેમાં સમયની સૌથી વધુ જરૂર હોય છે. જેમ કે ક્રિકેટને જ જોઈ લો. અલગ-અલગ ટાઈમિંગ અનુસાર જો બેટ્સમેન શોટ મારતો નથી, તો કાં તો બોલ ચૂકી જાય છે અને વિકેટકીપર સુધી પહોંચે છે અથવા તો બેટ્સમેનને ઈજા થાય છે. આ રમતમાં આખી રમત માત્ર ‘ટાઈમિંગ’ની છે. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં પાંડાની ખરાબ ટાઈમિંગ જોવા મળી રહી છે. તેની ટાઈમિંગ એટલી ખરાબ છે કે તે ધડામ કરીને જમીન પર પડી જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંડા એક લાકડાની ટોચ પર બેઠો છે અને તેની સામે દોરડાથી લટકતી એક બોરી અહીં-ત્યાં ફરી રહી છે. પાંડા એ જ બોરી ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનો સમય એટલો ખરાબ છે કે જ્યારે બોરી તેની સામેથી પસાર થાય છે, ત્યારે તે તેના પર કૂદીને નીચે જમીન પર પડી જાય છે. આ એકદમ ફની વીડિયો છે.
વીડિયો જુઓ…
The timing of a panda.. 😅 pic.twitter.com/9Km0tWJL5D
— Buitengebieden (@buitengebieden) April 28, 2022
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખ 99 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 51 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Funny Video: ટાબરિયાને આ રીતે ટીંગાટોળી કરીને સ્કૂલે મુકવા ગઈ માતા, વીડિયો જોઈને બાળપણની યાદો થઈ જશે તાજી
આ પણ વાંચો: Viral Video : આઇસક્રિમ અને ચોકલેટ નાખીને ડોસો બનાવ્યો, તો લોકો બોલ્યા ‘અમારી તો ભૂખ જ મરી ગઇ’