મગરે હાથીના બચ્ચા પર કર્યો હુમલો, પછી માતા એ દેખાડી દિધી તાકાત, જુઓ VIDEO

|

Apr 15, 2023 | 12:21 PM

Elephant Crocodile Fight:માતા પોતાના બાળકને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે.આમાં, એક હાથી તેના બાળકને બચાવવા માટે મગરનો સામનો કરે છે.

મગરે હાથીના બચ્ચા પર કર્યો હુમલો, પછી માતા એ દેખાડી દિધી તાકાત, જુઓ VIDEO
Elephant Video

Follow us on

Elephant Crocodile Fight: મા એ મા બીજા બધા વગડાના વા આ કહેવત ખુબ જાણીતી છે.મા તેના બાળકો માટે જેટલું કરે છે એટલું દુનિયામાં બીજું કોઈ કરી શકતું નથી. એક માતા પોતાના બાળકોને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતી નથી અને જો બાળકો મુશ્કેલીમાં હોય તો પણ તેઓને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. આ માત્ર મનુષ્યોમાં જ નહીં, પરંતુ પ્રાણીઓમાં પણ આવું થાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેણે બતાવ્યું છે કે વાસ્તવમાં આ દુનિયામાં માતાથી મોટો યોદ્ધા કોઈ નથી.

વાસ્તવમાં,આ વીડિયોમાં એક હાથી તેના બાળકને એક વિશાળ મગરના હુમલાથી બચાવતો જોવા મળે છે. જો હાથીનું બચ્ચું એકલું હોત તો મગર ચોક્કસ તેને પોતાનો શિકાર બનાવી લેત, પરંતુ સદનસીબે તેની માતા પણ તેની સાથે છે.અને તે પાણીના મગર સાથે પોતાના બાળક માટે લડે છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક હાથી પાણીના નાના તળાવમાં તેના બાળક સાથે રમી રહ્યો છે, આ દરમિયાન એક વિશાળ મગર ત્યાં પહોંચે છે અને બાળક હાથી પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ માતા હાથી તેના વિશાળ પગથી તેના પર હુમલો કરી નાખે છે.પરીણામ એવુ આવે છે કે મગરને ત્યાંથી ભાગી જવું પડે છે.

જુઓ કેવી રીતે હાથી મગર પર તૂટી પડ્યો

આ વીડિયોને IFS ઓફિસર સુસાંતા નંદાએ તેમના ટ્વિટર હેન્ડલ @susantananda3 પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ આશ્ચર્યજનક છે કે હાથીઓ તેમના બાળકોની સુરક્ષા માટે કેટલી હદે જઈ શકે છે. અહીં એક નાની ઘટના છે. મગરને શરણે થવું પડ્યું. માત્ર 29 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘મા ઐસી હી હોતી હૈ’, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે ‘બિચારા મગરની ચટણી બની જાત’.

Next Article