CM છો કે પલટૂરામ? BJPનો સાથ છોડી બીજા પક્ષ સાથે મળી સરકાર બનાવતા નીતીશ કુમાર સોશિયલ મીડિયા પર થયા ટ્રેન્ડ

|

Aug 10, 2022 | 10:54 PM

આવા અનેક મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે આજે બુધવારે આઠમી વાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે આરજેડી નેતા અને લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

CM છો કે પલટૂરામ? BJPનો સાથ છોડી બીજા પક્ષ સાથે મળી સરકાર બનાવતા નીતીશ કુમાર સોશિયલ મીડિયા પર થયા ટ્રેન્ડ
Nitish Kumar
Image Credit source: social media

Follow us on

ભારતમાં અનેક રાજકીય પાર્ટીઓ છે. આ તમામ પાર્ટીના નેતા સત્તા મેળવવા માટે જાત જાતના અખતરા કરતા રહે છે. ભારતમાં નેતાઓના કામ, તેમના નિવેદનો અને પક્ષ પટલાને કારણે રાજકીય વાતાવરણ હંમેશા ગરમ રહે છે. હાલમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રાજકીય ભૂંકપ સર્જાતા એક એક સમયે રિક્ષા ચલાવતા શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા છે. હાલમાં આવો જ એક રાજકીય ભૂંકપ સત્તત ચર્ચામાં રહેતા રાજ્ય બિહારમાં સર્જાયો છે. આ વખતે બિહારના મુખ્યમંત્રી આ રાજકીય ભૂંકપનું કારણ બન્યા છે. એક પ્રખ્યાત હિન્દી શાયરી છે કે કેટલા ચહેરા લાગ્યા છે, આ ચહેરાઓ ઉપર, શું હકીકત છે અને શું રાજનિતિ. કહેવાય છે કે ઈશ્ક અને રાજનિતિ ક્યારે તેનો રંગ બદલે તે કહેવુ મુશ્કેલ છે. કંઈક આવી જ વાત બની છે બિહારમાં. જેના કારણે નીતિશ કુમારના (Nitish Kumar) કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral News) થઈ ગયા છે.

રાજકારણમાં સાચા સમયે દોસ્તને દુશ્મન અને દુશ્મનને દોસ્ત બનાવાની કળા માહેર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. તેમણે ફરી બીજેપી સાથેનું ગઠબંધન તોડ્યુ છે અને આરજેડી-કોંગ્રેસ સહિતની પાર્ટી સાથે મળી સરકાર બનાવીને મુખ્યમંત્રી બની ગયા છે. જેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #palturam અને #BiharPolitics નામના હેશટેગ સાથે નીતિશ કુમાર પર બનેલા કેટલાક મીમ્સ વાયરલ થયા છે. તેમાં લોકો નીતિશ કુમારને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક મીમ્સ લોકોને મનોરંજન પણ આપી રહ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રહ્યા વાયરલ થયેલા રમૂજી મીમ્સ

 

 

 

 

 

આવા અનેક મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે આજે બુધવારે આઠમી વાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે આરજેડી નેતા અને લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશ કુમાર પોતાની રાજકારણની કારર્કિદીમાં આવુ ઘણી વાર કરી ચૂક્યા છે.

Next Article