પાકિસ્તાનમાં પહાડો પરથી પડ્યો LPG ભરેલો ટ્રક, Viral Video જોઈ દંગ રહી ગયા લોકો!

હાલમાં પાકિસ્તાનનો (Pakistan) જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. એક એલપીજી ભરેલો ટ્રક પહાડ પરથી નીચે પડી જાય છે.

પાકિસ્તાનમાં પહાડો પરથી પડ્યો LPG ભરેલો ટ્રક, Viral Video જોઈ દંગ રહી ગયા લોકો!
Pakistan Viral Video
Image Credit source: TWITTER
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 10, 2022 | 7:27 PM

સોશિયલ મીડિયા પર ક્યારેય વાયરલ વીડિયોની અછત નથી થતી. સોશિયલ મીડિયા પર એકથી એક ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે. પાકિસ્તાન એક એવો દેશ જે કોઈને કોઈ વાતને કારણે ચર્ચામાં રહે છે. કયારેક આંતકવાદને કારણે, ક્યારેક ત્યાંના વડાપ્રધાનની હરકતોને કારણે, ક્યારેક ગધેડાઓની સંખ્યાને કારણે તો ક્યારેક નેતાઓના નિવેદનોને કારણે. હાલમાં પાકિસ્તાનનો (Pakistan) જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. એક એલપીજી ભરેલો ટ્રક પહાડ પરથી નીચે પડી જાય છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરનો (POK) છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે એક ટ્રક ચાલક સાંકળા પહાડના રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે. આસપાસના લોકો તેને રસ્તો પસાર કરવામાં મદદ પણ કરે છે પણ ટ્રક ચાલક ટ્રકને સાચવી શકતો નથી અને ટ્રકનું સંતુલન ખોરવાઈ જાય છે. આ એલપીજી ભરેલો ટ્રક સીધો પહાડની નીચે પડે છે. વીડિયોમાં આસપાસના લોકોની બૂમાબૂમ પણ સાંભળવા મળે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો પરથી મળતી માહિતી અનુસાર આ ભયકંર અકસ્માતને કારણે એલપીજી ટ્રકમાં કોઈ વિસ્ફોટ નથી થયો. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ અકસ્માત ખરેખર ભયાનક હતો. જો આ એલપીજી ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થયો હોત તો મોટી જાનહાનિ અને માલહાનિ સર્જાઈ હોત. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ છે કે, આ દ્રશ્ય ખરેખર ચોંકાવનારુ છે. આ જોઈને કોઈ પણ દંગ રહી જશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ટ્રક ડ્રાઈવર કૂદી ગયો હતો અને સુરક્ષિત છે. એક બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યુ છે કે આ પ્રકારના સાંકળા રસ્તા પરથી આવા મોટા વાહન લઈ જવાનું જોખમ ના લેવુ જોઈએ. એક યુઝરે એમ પણ લખ્યુ છે કે ભગવાનની કૃપા હતી કે મોટી દુર્ઘટના ના બની.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati