AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: જુગાડ રિક્શા ચલાવતા દિવ્યાંગથી પ્રભાવિત થયા આનંદ મહિન્દ્રા, આપી જોબની ઓફર

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. જેમાં એક માણસ જુગાડથી બનેલી રિક્ષા ચલાવી રહ્યો છે. આ જોઈને આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે તે વ્યક્તિને નોકરીની ઓફર આપી.

Viral: જુગાડ રિક્શા ચલાવતા દિવ્યાંગથી પ્રભાવિત થયા આનંદ મહિન્દ્રા, આપી જોબની ઓફર
Anand Mahindra was impressed by the handicapped man
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 6:41 AM
Share

બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ એક્ટિવ છે, તેથી જ તેમના દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આવતાની સાથે જ વાયરલ (Viral Videos) થઈ જાય છે. તાજેતરના દિવસોમાં, તેમના દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો સમાચારોમાં છે, જેમાં એક વ્યક્તિ હાથ-પગ વગર મોડિફાઈડ રિક્ષા ચલાવી રહ્યો છે. વ્યક્તિની આ હિંમતે આનંદ મહિન્દ્રા (Anand Mahindra)ને ખૂબ પ્રભાવિત કર્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિ સંજોગો સાથે લડીને જ જીવતા શીખે છે અને જે વ્યક્તિ સંજોગો સામે વશ થઈ જાય છે તે જીવનની લડાઈ હારી જાય છે અને જેઓ પરિસ્થિતિ સામે લડવાનું જાણે છે, તેમનો સમય એક દિવસ ચોક્કસ બદલાઈ જાય છે, જેમ કે આ વ્યક્તિનો બદલાયો. જેનો સંઘર્ષ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિકલાંગ વ્યક્તિ રોડ પર વાહન ચલાવતો જોવા મળી રહ્યો છે, જેને તેણે મોડિફાય કર્યું છે અને તેના દ્વારા તેના પરિવારનું ભરણપોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયો (Amazing Viral Videos)માં આ વ્યક્તિ કહે છે કે તે 5 વર્ષથી આ કાર ચલાવી રહ્યો છે.

તેમના ઘરમાં પત્ની ઉપરાંત 2 નાના બાળકો પણ છે. તેના પિતા વૃદ્ધ છે. પરિવારનું ધ્યાન રાખવા અને ખર્ચો ચલાવવા તે આ કાર ચલાવે છે. આ વ્યક્તિ સાથે વાત કરીને, લોકોનો અવાજ સાંભળીને અને વાહનોની અવરજવર જોઈને લાગે છે કે આ વ્યક્તિ દિલ્હીમાં જ પોતાની રિક્ષા ચલાવી રહ્યો છે.

વીડિયો શેર (Twitter) કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું, ‘આજે મને મારી ટાઈમલાઈન પર આ મળ્યું. મને ખબર નથી કે તે કેટલું જૂનું છે અથવા તે ક્યાંનું છે, પરંતુ હું આ સજ્જનથી આશ્ચર્યચકિત છું, આ સજ્જનો શારીરિક પડકારોનો સામનો કરી રહ્યા છે પરંતુ કુદરતે તેમને જે આપ્યું છે તેના માટે તેઓ ખુશ અને આભારી છે.

આ પછી તેમણે લખ્યું, ‘વધુ ઉદ્યોગપતિ મહિન્દ્રાએ Mahindra Logisticsને ટેગ કર્યું છે અને કહ્યું છે કે શું તે આ વ્યક્તિને મહિન્દ્રાના લાસ્ટ માઈલ ડિલિવરી પ્રોજેક્ટમાં બિઝનેસ એસોસિએટ બનાવી શકે છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ લેખ લખાય છે ત્યાં સુધી આ વીડિયોને ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ વિકલાંગ વ્યક્તિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે, બીજી વખત મળશે તક

આ પણ વાંચો: Gold Hallmarking હેઠળ દેશમાં 1.26 લાખ જવેલર્સ થયા રજીસ્ટર્ડ, 256 જિલ્લામાં હોલમાર્કિંગનો સંપૂર્ણ અમલ લાગુ કરાયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">