Funny Video: આ લે લે……Amazon પર પ્લાસ્ટિકની ડોલની કિંમત 26 હજાર રૂપિયા, લોકોએ કહ્યું- ‘હવે કીડની વેચવી પડશે’

|

May 26, 2022 | 9:28 AM

તાજેતરમાં, અમેઝોન (Amazon) પર લાલ રંગની પ્લાસ્ટિકની ડોલ વેચાણ માટે મૂકવામાં આવી હતી. જેની કિંમત બસો-ચારસો નહીં પરંતુ 26 હજાર રૂપિયા હતી.

Funny Video: આ લે લે......Amazon પર પ્લાસ્ટિકની ડોલની કિંમત 26 હજાર રૂપિયા, લોકોએ કહ્યું- હવે કીડની વેચવી પડશે
Amazon kept the price of the plastic bucket at Rupees 26,000

Follow us on

આજકાલ ઓનલાઈન (Online) યુગ ચાલી રહ્યો છે. લોકોને દરેક વસ્તુ ઘરે બેસીને ઓર્ડર કરવી ગમે છે. આવી ઘણી વેબસાઈટ છે, જ્યાંથી લોકો ઘરે બેઠા કોઈ પણ સામાનની માંગણી કરી રહ્યા છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ક્યાંય જવાની કે દુકાનેથી બીજી દુકાને ફરવાની જરૂર નથી, બલ્કે હજારો અને લાખો વસ્તુઓમાંથી તમારી પસંદગીની વસ્તુ પસંદ કરો અને ઓર્ડર કરો. તે વસ્તુ તમારા ઘરે એક બે દિવસમાં પહોંચી જશે. ઓનલાઈન સામાન (Online Shopping) ખરીદવાનો ફાયદો એ પણ છે કે તમને અન્ય જગ્યાઓ કરતા ઘણી વસ્તુઓ સસ્તી મળે છે. પરંતુ આજકાલ ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન (Amazon) પર એક ડોલની ખૂબ ચર્ચા થઈ રહી છે. તે એટલા માટે કારણ કે ડોલની કિંમત એટલી વધારે રાખવામાં આવી છે કે લોકોને વિચારીને જ ઊંઘી ઉડી જાય છે.

જૂઓ આ ફોટો…………

ખરેખર, તાજેતરમાં જ આ વેબસાઇટ પર લાલ રંગની પ્લાસ્ટિકની ડોલ વેચાણ માટે મૂકવામાં આવી હતી. જેની કિંમત 200-400 નહીં પરંતુ 26 હજાર રૂપિયા હતી. જો કે ડોલની વાસ્તવિક કિંમત 35,900 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ તેના પર 28 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ તેની કિંમત 25,999 રૂપિયા પર પહોંચી ગઈ. તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ હતી કે ડોલ ખરીદવા માટે EMI સુવિધા પણ આપવામાં આવી હતી. EMI હેઠળ, બકેટ ખરીદનારને દર મહિને 1,224 રૂપિયા ચૂકવવા પડશે.

હવે તમે વિચારતા હશો કે આખરે ડોલમાં શું છે કે તેની કિંમત આટલી વધારે રાખવામાં આવી છે, તો તેનો જવાબ કોઈની પાસે નથી. આ ડોલ સામાન્ય ડોલ જેવી દેખાઈ રહી છે, પરંતુ તેની કિંમત 26 હજાર રૂપિયા કેમ રાખવામાં આવી તે વિચારની બહાર છે.

વિવેક રાજુ નામના યુઝરે ટ્વિટર પર ડોલની તસવીર અને કિંમત શેયર કરી છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ એન્જોય કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ ડોલ પાપ ધોવાની ડોલ છે. જ્યારે અન્ય એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, હવે આ ડોલ માટે કિડની વેચવી પડશે.

Next Article